________________
૨૫૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૩
ખંડને તપાસતાં નજર પડી કે એક એરડા આખા જ મળીને ભડથુ થઈ ગયા હતા. અંદર પલંગમાં ધનવાનના પુત્ર પણ ભડથું થઈ ગયા હતા, માત્ર એળખી શકાય તેવા અવશેષો જ રહ્યા હતા.
બહાર આવી સેવકે રડવા માંડયા. ધનવાને કહ્યું કેમ શું થયું? અરેરે અમે કેવા અભાગીયા કે સામાન બચાવ્યા પણ માલિકને ગુમાવી બેઠા.
...
આ થયા લૌકિક વિવેકના અભાવ શુ રાખેા શુ છેાડાના ભેદ જ્ઞાનના અભાવ. કારણ ઘમાં મહત્ત્વનું શું? લાકામાં પણ કહેવત છે કે “સર સલામત તેા પઘડીયા બહેાત” માણસ જાતે જીવતા હોય તા ઘણું કરી શેકે. પણ પાતે જ જીવતા ન રહે તે ખાકીનું બધું અચાવીને પણ શું કરવાનું ?
આજ ઉદાહદણમાં લોકેાત્તર વિવેક પણ સમાયેલા છે. આખુ જીવન સમગ્ર પ્રવૃત્તિ પૌદ્ગલિક પદાથાં પાછળ કાઢી, રાત દિવસ ઈર્ષ્યા દ્વેષના ભાવેા લઈ ફર્યો, નકામી ચીજોના પટારા ભર્યા ફર્નીચર ફ્રીઝ–લેટ વગેરે માટે ફુટબેલની જેમ આમથી તેમ કુટાયા જ્યાં હાશ બધું મેળવ્યું ત્યાં ખબર પડી કે જીવન જ હારી ગયા છે.
માટે શું રાખો શું છેાડા રૂપ હાય-ઉપાદેયના વિવેક રાખી શ્રાવક જીવન અજવાળા તે જ અભ્યર્થના