________________
૨૪૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
ચુદ્ધ તેમાં જય કે પરાજય જે કંઈ મળે તે રાજાને જ જય-પરાજય ગણાય છે. તે રીતે અવિવેક અને અસંયમે કરીને બંધાયેલા કર્મ સ્કંધને આરોપ એટલે કે કર્તા અને ભેંકતા શુદ્ધ આત્મા જ ગણાય છે.”
કારણ કે વિવેક એટલે પૃથકકરણ ધર્મ અને અધર્મ વચ્ચે– આશ્રવ અને સંવર વચ્ચે ભેદરેખા દોરવી તે. જે મનમાં ને મનમાં પણ
जानामि धर्म न च मे प्रवृत्तिः
जानामि अधर्म न च मे निवृत्तिः એટલે કે હું ધર્મ જાણું છું પણ આચરી શકતો નથી–અધર્મ જાણ છું પણ છોડી શકતો નથી. એટલે વિચાર પણ પ્રગટી જાય તે વિષાદ જેટલે ઉંડે તેટલી વિવેક દષ્ટિ વધુ જાગૃત બની ગણાય. વિવેક હશે તે જ શ્રવણ સાચું બનશે. વિવેક હશે તો જ પરમાત્મ શક્તિ સાચી બનશે.
આ ઉપદેશ સાંભળી વિવેક ઉત્પન્ન થયો છે જેને તેવા તે શ્રમણ ભદ્રે દીક્ષા લીધી. ગુરુકૃપા વડે શ્રુતસાગરને પાર પામ્યા.
ગુરુ આજ્ઞા પૂર્વક એકલ-વિહાર પ્રતીમાને અંગીકાર કરી. એક વખત અરણ્યમાં રાત્રી વિશે સાયના જેવા તીણ મુખવાળા હજારો ડાંસે તે મુનિના કેમળ શરીર પર લેહી પીવા લાગ્યા. ડાંસના ડંખથી સુવર્ણ જેવા મહર દેહની કાંતિ લહન વણ જેવી થઈ ગઈ તો પણ ક્ષમાધારી મુનિ આશ્રવ અને સંવરને વિવેકને જાણતા હોવાથી પરિષહ સહેવારૂપ સંવર ગુણમાં મગ્ન બની ડાંસને દૂર કર્યા વિના સહન કર્યું.
શ્રમણ ભદ્ર મુનિ મનને સમજાવે છે કે આ જીવે નરકમાં અનન્તી વેદનાઓ સહન કરી, ત્યાં પરમાધામીને માર, ક્ષેત્રકૃત વેદના અને પરસ્પર કલહ ત્રણે વ્યથાને જ્ઞાની પણ વર્ણવવાને સમર્થ નથી, તેવી વેદના સહન કરી–કરવી પડી.
વળી આ દેહ પુગલને પીંડ છે, અનિત્ય છે, જ્યારે આમાં અચળ છે–અમૂર્ત છે. ઈત્યાદિ વિવેક કરીને શુભ ભાવમાં વર્તતા તે મુનિએ મહા વ્યથા સહેતા તે જ રાત્રિએ કાળ ને સ્વર્ગ ગમન કર્યું. ( આ પ્રમાણે વિવેક ગુણને હૃદયમાં ધારણ કરવાથી શ્રમણભદ્ર મુનિ સ્વર્ગ સુખને પામ્યા તે જ મુજબ બીજા પણ નિપુણ મુનિવરેએ આ જિન વચન અંગીકૃત કર્યું છે. માટે તે શ્રાવકે તમે પણ મન