________________
२४६
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
-
-
-
- -
- -
-
-
-
-
-
-
-
-
-
તેના કરતા રાજા પ્રસન્ન થયે છે. તે હજાર માસા જ સુવર્ણ માંગી લઉ. પછી ઘર તે વસાવી દેવાય.
પણ વિચારવા બેઠેલા માણસને કલ્પનાના ઘેડા દોડવા લાગ્યા આગળ. અરે! મામાને તે ગર્ભ રહ્યો છે. કાલે કરી દૈયા થશે પછી હજાર માસામાં શું પુરું થવાનું. ચાલને લાખ માસા સુવર્ણ જ માંગી લેવા દેને ના ના આ તે માત્ર મારો સ્વાર્થ થયો. પછી મારા કુટુમ્બીજનું ભલું પણ કરવું ને? એમ કરું કેડ માસા સુવર્ણ માંગી લઉં તે ઠીક એમ કરતાં કર્તા કપિલ અડધું રાજ માંગવા સુધી પહોંચી ગયો. ત્યારે મન બહ્યું કે રાજા તો તારો ઉપરી જ ગણાશે. તેના કરતાં આખું રાજ માંગી લઈશ તે કશી ચિંતા નહીં રહે. જીરે મારે નિરધનને શત શાહ, શત લહે સહાસ લોભીએજી જીરે મારે સહન લહે લખ લોભ, લખ લાભે મન કેડીએજી જીરે મારે કેડસર નૃપ રિદ્ધિ, નૃપ ચાહે ચકીપણું જીરેજી
બસ ધારા પલટાણી કપીલની અચાનક તેને “શું રાખું-શું છોડું વિવેક જ્ઞાન થઈ ગયું. ગ્યાયેગ્યને વિવેક પ્રગટી ગયે. મનમાં ચીતરે અરેરે કપીલ તારે તે બે માસા સુવર્ણની જરૂર હતી અને તું આખું રાજ્ય લેવા તૈયાર થઈ ગયો.
ખરેખર લોભને કઈ થોભ નથી તે દાવાનળ જેવો છે. માટે સંતોષરૂપી જલથી તેને શાંત કરવો જોઈએ, તેની લાલસા ઠરી ગઈ.
મનમાં ગ્લાની અનુભવવા લાગ્યા. જ્યાં હું એક ગરીબ બ્રાહ્મણ. પીતાના મૃત્યુ બાદ માતાજીએ ભણવા મોકલ્યો. ઈદ્રદત્ત ગુરુએ જમવાની મને વ્યવસ્થા ગોઠવી આપી. મેં મુર્માએ ભણવાને બદલે દાસી સાથે પ્રેમલીલા આદરી દીધી.
આ રીતે મનમાં જ વિવેક પ્રગટ. પિતાની ભૂલનો પસ્તાવે શરૂ થયે. મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે. સ્વયં લોચ કર્યો ને રાજાની પર્ષદામાં આવી કહ્યું, હે રાજનું તને ધન લાભ છે.
કેમકે લાભ થતા લોભ વધે છે. મારે માત્ર બે માસા સુવર્ણ જોઈતું હતું અને મન રાજ્ય પડાવી લેવા સુધી પહોંચી ગયું. હવે લાભે લાભ વધારવા ધનને બદલે ધર્મને લાભ થાઓ. .
ભાવનાની શ્રેણીએ ચડેલા કપિલમુનિ માત્ર છ માસમાં કેવળ જ્ઞાનને પામ્યા. આ જ વિવેકજ્ઞાન.