________________
શું રાખ શું છોડે ?
૨૪૫ देहात्माद्य विवेकोऽयं सर्वदा सुलभो भवेत्
भव कोटूयापि तद् भेदे विवेकस्त्वति दुर्लभः દેહ એજ આત્મા છે. ઈત્યાદિ જે અવિવેક તે તે સદા સર્વદા સુદભ જ છે. પણ તે બંનેના ભેદ સંબંધિ જે વિવેક તે કેટી ભવે પણ અતિ દુર્લભ છે. માટે શ્રાવકોએ જિનેશ્વરની આજ્ઞા મુજબ વતી અને ગુરુના ઉપદેશ થકી વિવેક કર્તવ્ય જાણું–તે આદરવા પ્રયત્ન શીલ થવું.
શ્રાવસ્તી નગરી છે. ત્યાં પ્રસેનજિત રાજા રાજ્ય કરે. રાજા ઘણો ન્યાયી–બુદ્ધિશાળી અને પરોપકારી. જાતે જ ન્યાય કરે.
જેવા રાજા સિંહાસન પર પધાર્યા કે પહેરેગીરે કપિલને હાજર કર્યો. પ્રસેનજિત રાજાએ કપિલ સામું જોઈને પૂછયું, સાચું બોલ તું કેણ છે? અને શા માટે ચેરી કરી?
કપિલ કહે રાજન હું ચાર નથી. મેં કઈ ચોરી પણ કરી નથી. આ લોકો મને ચાર માનીને છેટે બાટ પકડી લીધો છે. હું એક બ્રાહ્મણ પુત્ર છું. ઈન્દ્રદત્ત પુરોહિતને ત્યાં ભણવા આવ્યો છું. શાલીભદ્રને ત્યાં જમતે હતો ત્યાં ભેજન પીરસતી દાસી સાથે પ્રીતની રમત ખેલી બેઠા. તેને કારણે બે માસા સુવર્ણ મેળવવા નીકળ્યો છું. મનમાં થયું કે બીજો કોઈ પહોંચી જાય સવારમાં તેના કરતાં રારો જ નીકળીને સવારમાં સૌથી પહેલાં રાજા પાસે હાજર થઈ જાઉં જેથી મને સુર્વણનું દાન મળે.
રાજા બ્રાહ્મણની સત્ય વાણી સાંભળી ઘણો જ ખુશ થયા. માગ બ્રહાદેવ માગો જે જોઈએ તે આપીશ. હું તમારી સત્યતા જોઈ ખુશ થયો છું.
કપિલના મુખમાંથી નીકળ્યું, રાજન શું માંગવું તે વિચાર કરીને કહીશ.
ભલે તેમ કરજો.
કપિલ રાજસભાની પાછળ અશેકવાટિકામાં ગયા. બેઠા બેઠા વિચાર કરે છે. મને રમાએ તે માત્ર બે માસા સુવર્ણ માંગ્યું છે. તેને શો ભસે કાલે કદાચ સોનાના દાગીના પણ માંગે તે પછી લાવને સો માસા સુવર્ણ જ માંગી લઉં. ત્યાં વળી થયું કે અરે, મનોરમા તે શાલીભદ્રને ત્યાં નોકરી કરે છે. રખેને કાલે નેકરીમાંથી કાઢી મુકશે તે?