________________
२४४
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
માનીને નવા લુંગડા પેર્યા, મેં બચવા માટે બીડેલી મ્યાનમાં તલવાર વીંઝી મ્યાન ક્યારે નીકળી ગયું તે પણ ખબર નથી.
આટલી વાત થઈ ત્યાં તો પાછળ ગોકીશ સંભળાયા. ગામ આખું હાલ્યું આવે છે, કેઈના હાથે તલવાર, કેઈને હાથે સાંબેલાને દેકારા થતા આવે છે.
મંદદરખાન રોઝડી માથેથી ઉતર્યો, રાંગ છાંડી, તલવાર આઘેરી ફગાવી કીધું, ગઢવા જલદી અહીં આવ મારી જોડી લઈ માંડ ભાગવા. ગઢવી વાત કરવાની હવે વેળા રહી નથી ને માણસે તારા રાઈ રાઈ જેવા ટુકડા કરી નાખશે, ઝટ ભાગવા માંડ.
મેમાન તે દિમૂઢ જે થઈ ઘડીએ ચડી ગયો અને થઈ ગયે અલોપ. મંદદખાન અડવાણે પાયે ચાલ્યા આવે છે. ગામ લોકે પુછયું કા બાપુ?
માળા ભારી લેઠકે નીકળે. ભાગી ગયો.
વસ્તી ખીજાણુ બાપુ પર રાખે બાપુ રાખો ઠાલા અમને મુરખ ન બનાવે, એક તે દીકરો માર્યોને પાછો ભાગવા દીધો મેમાનને.
દરબાર કહે ત્યે હવે, જાતું કરે બીચારાએ જાણ કરીને શેડો માર્યો “તે ઠાલું સીમાડે સામી હત્યા કરીને પર્વ ક્યાં બગાડવું,
આનું નામ વિવેક સદબુદ્ધિ.
વિવેકને અર્થ જ તવાતત્વનું કે શુભાશુભનું જ્ઞાન. જે રીતે મસ્તકને મુગટ સર્વ અલંકારોને શોભાવે છે. તેમ વિવેક ગુણ બધાં ગુણેને શોભાવે છે.
સ્વાભાવિક વિવેક હોવો એ નિર્મળ નેત્ર સમાન છે અને વિવેકીને સંગ એ બીજા નેત્ર સમાન છે. આ બે ને જેને પૃથ્વી પર ન હોય તે પુરુષને જ તત્વથી અંધ જાણો. માટે જગતમાં શ્રેષ્ઠ એવા એક વિવેક ગુણને ધારણ કરી “શું રાખ–શું છોડે ભેદ જ્ઞાનને અમલમાં મુકો.
શ્રાવકનું સતાવીસમું કર્તવ્ય જણાવેલું છે. “વિવેક” જેમ હંસ પાસે એક પાત્ર મુકો. જેમાં દુધ અને પાણી ભેગા હોય તો હંસ દુધ પી જશે અને પાણી પડી રહેશે. આ વાત સાંભળી ત્યારે બહુ મજાની લાગી. તેને આ ગુણ સ્પશી જાય તેવો છે. આથી પૃથક્કરણ શક્તિ કેળવે ધર્મ અને અધર્મને માટે, ધર્મને સ્વીકારો અને અધર્મને છાંડો એટલે આપ આપ વિવેક ગુણ પ્રકાશીત થશે.