________________
આરાધક બનવાની કળા
૨૩૯ લાભ ત્યાગ કરી સંતોષ ગુણ ધારણ કરે. જેથી લેભ કષાયને ઉપશમ થઈ જશે.
સુભૂમ ચક્રવતી છ ખંડને ધણી છે. છ ખંડની વિશાળ અદ્ધિને ભગવટો કરવા છતાં તેને એટલી પૃથ્વી અપૂરતી લાગી. તેના મનમાં લેલા દાવાનળ સળગી ઉઠ, વધારે પૃથ્વી કબજે કરવાને.
મનમાં એક ચિનગારી પટાવાઈ ગઈ કે છ ખંડ પૃથ્વીને ભોગવટો અનેક ચકવતીએ કર્યો. પણ જે હું ધાતકી ખંડના ભરત ક્ષેત્રને પણ સાધવાવાળો થાઉં તો ખરો ચક્રવતી,
ટાભ કપાયને તીવ્ર ઉદય સુભ્રમ ચકવતીને વતે છે. ગમે તેમ કરી બીજી પૃથ્વી હાંસલ કર્વા ફાંફાં મારતા ચક્રીને દેવદાનવવિદ્યાધર વગેરે સમજાવે છે. હે રાજા પૂર્વ ભારત સગર વગેરે અનેક ચક્રવર્તઓ થઈ ગયા. અનંતા ચકવર્તી એ હજી ભાવિ ચોવીશી મધ્યે થનાર છે. તે સઘળાં ચકવર્તઓની આ પ્રકારની જ સ્થિતિ તેમજ નીતિ રહેલી છે અને રહેવાની છે કે કદી તેમાંના કોઈએ આ છ ખંડ સિવાય બીજા છ ખંડ સાધ્યા નથી કે સાધશે નહી માટે તમે પણ આ અશકય કલ્પના ત્યાગ કરી, લોભ છોડી, પ્રાપ્ત થઈ છે તે છ ખંડ પૃથ્વી સુખેથી ભેગ.
પણ સુભૂમ ચકવતી તે માનવા તૈયાર નથી. તે તો પિતાના સમગ્ર સૈન્ય-૮૪ લાખ ઘોડા–૮૪ લાખ હાથી વગેરે સંપૂર્ણ રસાલા સાથે લવણ સમુદ્રને કાંઠે આવ્યા. પોતાના ચમરનને હાથના સ્પર્શ વડે વિસ્તાર્યું. સમગ્ર સૈન્યને ચર્મરન પર બેસાડી લવણ સમુદ્ર પાર કરાવવા માટે પ્રારંભ કર્યો.
એક સાથે ૧૬૦૦૦ દે ચર્મરનને ઉપાડીને લવણ સમુદ્ર પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બધાં દેવનાં મનમાં એક સાથે એક જ વિચાર રજૂર્યો કે આ ચકવર્તની સેવામાં અનેક દેવો રહેલા છે તેમાં મારે એકલાની શક્તિ કામની શું ? કદા. હું એક ચાલ્યા જઈશ તો આટલા શક્તિ સંપન્ન રાજાનું શું અટકી પડશે?
આવા એક સમાન વિચારથી ૧૬૦૦૦ દે છે એક સાથે ચર્મરતન છોડી દીધું. પરીણામ?
તે ચકવતી પોતાની સમગ્ર સેના અને ભવ્ય રસાલા સાથે બે લાખ જન વિસ્તાર વાળા એવા લવણ સમુદ્રમાં ડુબી મુઓ અને સીધો સાતમી નરકે ગયે.