________________
૨૩૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
તેમાં મહાબલ મુનિને થયું કે મને બધાંથી અધિક ફળ મળે તે રીતે તપશ્ચર્યા કરું. એટલે કપટપૂર્વક પારણના દિને આહાર ન કરતાં તપ કરે છે. માયાના પરિણામથી છ મિત્રોને છેતરે છે. આવા પ્રકારના માયા મિશ્ર તપ ને પરિણામે તેણે સ્ત્રી વેદ ઉપાર્જન કર્યો.
તપ કીધો માયા કરીછે, મિત્ર શું રાખ્યો ભેદ મલિ જિનેશ્વર જાણીયે છે તે પામ્યા સ્ત્રી વેદ રે પ્રાણી
મકરીશ માયા લગાર – અહંત ભક્તિના બળે, સ્થાનકોની આરાધના પૂર્વક તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. છતાં માયા યુક્ત તપે તેને તીર્થકર પણુમાં શ્રી વેદ આપ્યો તે અચ્છેરા સમાન ગણાય. કેમકે અનંતી ચોવીસીએ આ કવચિત પ્રસંગ બને કે સ્ત્રી તીર્થકર થાય.
માટે હે શ્રાવકે માયારૂપી કષાયને ત્યાગ કરી ઉપશમ ભાવને ધારણ કરવા રૂપ શ્રાવનું છવીસમું કર્તવ્ય પાળો અને સઘળા કષાયોની ઉપશાંતિમાં પ્રયત્ન શીલ બને. (૪) લોભ :- વતિ વર્તાવ્યો એમ નૈવ વચ
अति लोभाभि भूतात्मा सागरः सागरंगतः અતિ લોભ ન કરવો, ન જ કરે, ન જ કરે છે કારણ કે અતિ લોભથી પરાભવ થયેલે સાગથે શેઠ સમુદ્રમાં ગયે.
લોભનું વર્ણન કરતાં શ્રાદ્ધ ગુણ વિવરણમાં લખ્યું કે દાન દેવા લાયક પુરુષને વિશે પોતાના પૈસાનો વ્યય નહીં કરો તેમજ કારણ વિના બીજામાં ધનને લઈ લેવું તે લોભ કહેવાય છે.
પાપનું મૂળ પણ લાભ જ ગણાય છે. કેમકે લેભમાં ડુબેલા સર્વકાળે ભય વાળા રહે છે. તેઓને થાકાર્યને વિવેક રહેતું નથી. તેથી લાભ વશ થઈ બીજાનું અહિત કરે છે. માયા–અપલાપ–વસ્તુની અદલા બદલી વગેરે કરી કુડકપટ કરવામાં કારણ ભૂત લેભ જ છે. લોભને વશ થયેલ માનવી અઢાર પાપસ્થાનક સેવે છે. ધન કમાવામાં રત રહે છે.
પાપ અદાર સેવીને રે લાવે પૈસે એક પાપના ભાગી કે નહી રે ખાવા વાળા અનેક
ભાગી શ્રાવક સાંભળે ધમ સઝાય, લોભી માનવી છેલે મમણ શેઠની પેઠે નર્કમાં જાય છે. તેથી