________________
આરાધક બનવાની કળા
૨૩૫
મહારાણું તથા અધિકારીઓએ આ રીતે સૈનિકોને મુખે થતી રાણીની ભારે કડવાશ યુક્ત નીંદા સાંભળી. અધિકારીએ રાણીને પૂછયું, બેલે રાણી સાહેબે કહતે આની જીભ ખેંચી કાઢીએ.
રાણી સાહેબે જીવનમાં પ્રથમ વખત આ સૂચન ન સ્વીકાર્યું, ના કેઈ સજા નથી કરવી. અધિકારીને આશ્ચર્ય થયું, આ ફેરફાર કેમ?
રાણીએ શાંતિથી કહ્યું મેં ક્રોધ તે આખી જીંદગી કર્યો. તે લોકે જાણે છે. પણ એક વખત હવે લોકો એમ તે કહેશે કે કેથેરીને જીવનમાં એકવાર કે પર સંયમ પણ રાખ્યા હતા.
તો વસમરૂ તરન્ન થ બાપા, વાકયને સાર પકડાઈ ગયે. ક્રોધનું સ્વરૂપ દર્શાવતા શ્રાદ્ધ ગુણ વિવરણમાં કહ્યું છે. કે-જે ધ-સંતાપને વિસ્તારે છે. તે વિનયને નાશ કરે છે, મિત્રતાને દૂર કરે છે, ઉદ્વેગને ઉત્પન્ન કરે છે, પાપવાળા વચનને પેદા કરે છે. કલેશને ધારણ કરે છે. કીતિને કાપી નાખે છે, દુમતિને સ્થાપે છે, પુણ્યના ઉદયને હણે છે.
તેથી આવા દેષયુક્ત ક્રોધનો પુરુષેએ ત્યાગ કરે જોઈએ.
પોતાના અભ્યદયની ઈચ્છા રાખનારે પ્રથમ ક્રોધ રૂપ અંધકારને બુદ્ધિ દીપ વડે દૂર કરે કેમકે અંધકારથી ઢંકાયેલા દરેક પદાર્થો પ્રકાશમાં આવી શકતા નથી. તેમ જે પુરુષ કોધરૂપી અંધકારથી છવાયેલ છે. તે કોઈ વખત પણ પિતાના ગુણો પ્રકાશમાં લાવવા શક્તિમાન થતાં નથી.
ચંડકૌશિક સર્વધના પરિપાકનું ઉત્તમ ઉદાહરણ છે. અતિ તપસ્વી મુનિરાજ હતા. બાળ સાધુને લઈને પારણા માટે ગોચરી લેવા નીકળ્યા. માર્ગમાં તપસ્વી મુનિના પગલે દેડકી દબાઈને મૃત્યુ પામી, પ્રતિકમણ વેળા તેની આલોચના કરી નહીં.
બાળ સાધુ કહે દેડકી ચંપાઈ ગયાની આલોચના કેમ કરતા નથી? તે વખતે કોઇથી ધમધમતા તપવી મુનિ મારવા દોડયા. પણ રસ્તામાં થાંભલી આડો આવ્યા ત્યાં જ અફળાઈને મૃત્યુ પામ્યા.
જ્યોતિષ દેવ થઈ, ત્યાંથી રવી કનકપલ નામે આશ્રમમાં ૫૦૦ તાપસના અધિપતિ કૌશિક તાપસ થયા. કેટલાંક રાજપુત્રોને આશ્રમમાં ફળ તોડતા જોઈને પરશુ હાથમાં લઈ માવા દેડડ્યા. રસ્તામાં કુવામાં પડી તે જ પરશુ લાગવાથી મૃત્યુ પામ્યા. ત્યા જ દષ્ટિવિષ સ થયા.