________________
નમે પણ કેને?
એટલે “નમો પણ કેને?,
નમસ્કાર હો અરિહંત ભગવાને ૦ નમસ્કાર હો સિદ્ધ ભગવંતોને ૦ નમસ્કાર હે આચાર્ય ભગવંતેને ૦ નમસ્કાર હ ઉપાધ્યાય ભગવતેને ૦ નમસ્કાર હો લેકમાં રહેલા સર્વ સાધુ ભગવંતેને
આ પાંચને કરેલ નમસ્કાર સર્વ અશુભ કર્મોને વિનાશ કરનારો તથા બધાં મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ રૂપ છે.
પ્રશ્ન –અરિહંતને નમવાનું કારણ શું? અરિહંતને નમવાનું મુખ્ય કારણ છે. તેના ગુણ-અરિહંતપણું.
(૧) દંત એ વ્યક્તિવાચી પદ નથી. જે વ્યક્તિવાચી હોત તો નો રસમસ કે રમો મદાવા કહ્યું હોત. પણ ગુણીના સન્માન માટે
જેલ ગુણવાચી પદ રતાળું –સર્વકાળના, સર્વક્ષેત્રના, સર્વદશાના કે અતીત– વર્તમાન–અનાગતના તમામ અરિહતેને નમસ્કાર કરવાનું સૂચવે છે. માટે અરિહંતને નમવું.
(૨) નમસ્કાર એટલે લઘુતા. નમસ્કાર કરતે મનુષ્ય એવી જ ભાવના ભાવે કે તમે ગુણની કક્ષામાં ઉંચામાં ઉંચા છો અને હું તે Bક્ષામાં નીચામાં નીચે છું. તેથી તે ઉંચી પાયરી મને મળે તે માટે હું નમસ્કાર કરું છું. એટલે આપણે અરિહંતપણું મેળવવા નમવાનું છે.
૦ પુન:પ્રશ્ન :
ભવ્ય જીવે આવી દીનતા કરવાની જરૂર શી? આત્મા તે જેવો અરિહંતને છે તેવો આપણે છે પછી નમસ્કાર શા માટે?
જેમ સામાન્ય રોગ થાય તો પણ ઉપચાર કરીએ છીએ. આગળ વધી ડોકટરને બતાવી નીદાન કરાવી દવા લઈએ છીએ. તેમ જન્મ જરા-મરણ–શેક–આધિ-વ્યાધિ-ઉપાધિ રૂપ ભવભ્રમણનો જીવલેણ રોગ આપણને લાગુ પડે છે તે મટાડવા શું કરવું?
તે કર્મ રોગને ઈલાજ દર્શાવનાર ડોકટર, અરિહંત સિવાય બીજા કોઈ નથી. માટે અરિહંતને નમસ્કાર રૂપી ફી આપવી જરૂરી છે, તે માટે નમવું જોઈએ અરિહંતને.