________________
२30
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
અને વિધિ પૂર્વક પાપના સમુહને ટાળવાને માટે તીર્થયાત્રા કરવી જોઈએ. તીર્થયાત્રા કરતી વેળા ભાવનું મહત્ત્વ વધુ હોવાથી યાદ રાખવું એક વાક્ય ભાવે તીરથ જુહારીએ,
શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજી મહારાજાના પ્રતિબંધથી વિકમદિત્ય રાજાએ પણ એક સંઘકઢાવેલ હતું. આ સઘની તીર્થયાત્રાનું વર્ણન અષ્ટાલિંકાના વ્યાખ્યાનમાં શ્રીમદ્દવિજય લક્ષ્મી સૂરિજી મહારાજે કરેલું છે.
તે તીર્થયાત્રા સંઘમાં ૧૬૯ સેનાને જિનાલયે, ૫૦૦ દાંતચંદનાદિમય જિનમંદિરો હતા. તે સંઘમાં ૫૦૦૦ આચાર્ય મહારાજશ્રી હતા. ૧૪ મુકટબદ્ધ રાજાઓ હતા, ૭૦ લાખ શ્રાવકના કુટુ હતા, ૧ કરોડ, ૧૦ લાખ નવહજાર ગાડાં હતા, ૧૮ લાખ ઘેડાં હતા, ૭૬૦૦ હાથી હતા. એ જ રીતે ઉટ–બળદ વગેરે ઘણો રસાલો હતે.
આ પ્રકારે વિવિધ ઠાઠામઠ પૂર્વક સંઘ સાથે તીર્થયાત્રા કરવી જોઈએ. છતાં આશ્ચર્યની વાત એ છે કે બધાંજ પિત–પિતાના સંધને અભૂત પૂર્વ સંઘ માનીને જ જાહેરાત કર્યા કરે છે.
શ્રાવકેએ તે તીર્થયાત્રા કર્તવ્ય છે તે વાત સમજી-સ્વીકારીને યથાશક્તિ તીર્થશાત્રા માટે ભાવના રાખી ભાવે તીરથે જુહારીએ પંક્તિ સાર્થક કરવા પ્રયતન શીલ રહેવું.
તીર્થ યાત્રાને ઉપસંહાર કરતા લખે છે કે તીર્થ_એટલે જ્યાંથી એક ધારી માગ મેક્ષ તરફ જઈ રહ્યો છે. છરી પાલીત સંઘમાં
જ્યારે યાત્રિક યાત્રા કરવા માટે જાય છે ત્યારે દિવસે દિવસે તેના ભાલ્લાસ વધતો જાય-યાત્રા આગળ ધપતી જાય અને પરમાત્મા વચ્ચેનું અંતર દિવસે દિવસે ટુંકું થતું જાય. યાત્રિકના મનમાં ભાવની ધારા વહે ભાવધારામાં સ્નાન કરતા યાત્રિક “હું પરમાત્મા સમીપ જઈ રહ્યો છું” તેમ વિચારતો હોય અને ખરેખર છેલ્લે એક દિવસ એ આવી જાય જ્યારે પરમાત્મા સન્મુખ આવી જાય.
આવી ઉભો છું દ્વારે, દર્શન દેશે કયારે અંતરની અભિલાષા, પ્રભુ પુરી કરશે કયારે
આ પ્રમાણે તીર્થયાત્રા કૃત્યની જધન્યથી પણ વર્ષે એક વખત પરિપાલના કરે. તીર્થના પાવન પરમાણુઓ સંસારના મેહના વિષાશુઓની અસરથી તમને મુક્ત કરાવશે.
ભાવે તીરથ હારીએ