________________
ભાવે તીરથ હારીએ
२२६
કરાવીને સંઘપતિ પદવીએ સ્થાપીત કર્યા. શુભ મુહુર્ત હસ્તીને કુંભસ્થળ ઉપર સેનાનું દેવાલય મુકાવી પ્રસ્થાન કર્યું તે પછી ૭૨ સામંતના દેવાલયે-ર૪મંત્રીના દેવાલ, ૧૮૦૦ વ્યાપારી જિનચૈત્ય એમ અનુક્રમે સંઘની આગળ ચાલ્યા. - કુમારપાળ રાજાએ પાટણના સર્વ ચૈત્યોની પૂજા કરી, અમારિ ઘોષણા કરાવી, બંદીખાનામાંથી બંદીને વિચીતમુક્ત કર્યા અને સંઘભક્તિ કરી યાત્રા ભેરી વગાડી પ્રયાણ કર્યું. - છરીની વિધિ સાંભળી તેણે પણ વાહન અને પગરખાંને ત્યાગ કર્યો. કેમ કે તેમાં પણ ઉક્તિ છે કે યાત્રા કરતાં વાહનમાં બેસવાથી અડધું ફળ નાશ પામે છે. જોડાં પહેરવાથી ચોથા ભાગનું ફળ નાશ પામે છે.
તે રાજાએ સ્થળે સ્થળે પ્રભાવના, પ્રભુની દરેકે દરેક પ્રતીમાજીને સેનાને છત્ર, દરેક પ્રાસાદે પર ધ્વજારોપણ, શહેરે શહેરે સાઘર્મિક પૂજા, સંઘને ભજન, અમારી ઘેષણ કરાવી.
રેજ રેજ સંઘમાં બે વખત પ્રતિકમણ, પર્વ દિવસે પૌષધ ઈત્યાદિ ધર્મક્રિયા કરતે ચાલ્યા.
જેવા તીર્થ દર્શન થયાં કે સાલ સંઘ સહિત તેણે તીર્થને પંચાગી પ્રણામ કરવા પૂર્વક શત્રુંજયને વધાવી, તીર્થ સનમુખ અષ્ટમંગલનું આલેખન કર્યું.
તીર્થોપવાસ કરી તે દિવસે રાત્રિ જાગરણ કર્યું અને પ્રાતઃકાલે દેવ-ગુરુની પૂજા–વંદના કરીને પારણું કર્યું.
ગિરિરાજ પર પહોંચી આશાતના ટાળવા પૂર્વક ઉપર ચડવાનું શરૂ કર્યું. ઉપર પહોંચતા મુખ્ય દ્વારને સવાશેર મતી વડે વધાવીને પછી તીર્થમાં પ્રવેશ કર્યો.
પ્રદક્ષિણા દેવાયા બાદ પૂજય ગુરુ મહારાજે જણાવ્યું કે ૭૦ લાખ પ૬ હજાર કરોડ વર્ષે એક પૂર્ણ થાય તેને ૯૯ ગુણ કરે એટલે ૯ પૂર્વ. આટલી વખત શ્રી આદિનાથ પ્રભુ આ રાયણ વૃક્ષ નીચે આવી સમેસર્યા હતા.
કુમાર પાળે તે સાંભળી સમ્યક્ પ્રકારે રાયણ વૃક્ષની તથા પ્રભુ પાદુકાની પુજા કરી. પછી ગર્ભગૃહમાં પ્રવેશ કરી નવલાખ મૂલ્યનાં નવ મહારત્ન વડે શ્રી આદિનાથ પરમાત્માની પૂજા કરી.
આ રીતે દરેક શ્રાવકે એ કુમારપાળ રાજાની મા% ભક્તિ સહિત