________________
૨૨૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
-
-
ગોવાળ ગયે રાજા પાસે, મેં આ સમશ્યાને પૂર્ણ કરી છે. લાવે મને ઈનામ. રાજા કહે સાચું બોલ કેણે સમસ્યા પૂર્ણ કરી નહીં તે તને કેદમાં નાખીશ. ગોવાળે તરત મુનિનું નામ આપ્યું એટલે તે રાજાએ મુનિ પાસે જઈને ખમત ખામણું કર્યા [ક્ષમાપના ચાચી મુનિ એ પણ રાજા સાથે ક્ષમાપના કરી.
આ રીતે બંને એ પરસ્પર ક્ષમાપના કરી. બંનેએ પોતાના અપરાધની નિંદા–ગોં કરી એ સમયે તે નગરીએ કેઈ કેવલજ્ઞાની મુનિરાજ પધાર્યા. તેમની પાસે મહાબાહ રાજા અને ત્રિવિક્રમ રાજર્ષિ બનેએ જઈને વંદના કરી પોત–પોતાના પાપની આલોચના માંગી.
કેવલજ્ઞાની મહાત્મા કહે બન્નેનું પાપ શ્રી શત્રુંજય તી ગયા વિના ઉગ્ર તપશ્ચર્યા કરવા વડે પણ નાશ પામનાર નથી. તે સાંભળી મહાબાહુ રાજાએ પણ દીક્ષા લીધી.
બંને રાજર્ષિએ શત્રુંજયાદિ તીર્થોની યાત્રા કરી ભાવ પૂર્વક સંચમ પાલન કરી અંતે શત્રુંજય તીર્થ સિદ્ધિપદને પામ્યા.
માટે શ્રાવકેએ તીર્થયાત્રા કર્તવ્યનું અવશ્ય પાલન કરવું. ફરી યાદ કરે તે ધ્રુવ પંક્તિ ,
( ભાવે તીરથ જહારીએસુતીર્થયાત્રા કરવી તેની વિધિ સમગ્ર તયા દર્શાવી. પણ તે વિધિ મહત્ત્વની કયારે બને?
જે પરિણામ સ્વરૂપે સદગતિને અપાવનારી થાય છે. ચંદ્રશેખર કે ત્રિવિક્રમ રાજર્ષિની માફક પાપકર્મોની નિકંદના કરાવનારી બને તે જ તે તીર્થયાત્રા, વિધિપૂર્વકની સુતીર્થ યાત્રા કહેવાય. માટે વિધિ અને બહુમાનપૂર્વક યાત્રા કરી તીર્થનું તીતે ઉન એ નામાર્થ સાર્થક કરવા પૂર્વક તીર્થયાત્રા કરવી.
એક વખત હેમચંદ્રાચાર્યજીએ પણ ઉપદેશ કર્યો કે યૌવન વય અથવા વૃદ્ધાવસ્થામાં કરેલ અજ્ઞાનપણે જે પાપ તે સર્વ સિદ્ધ ગિરિને સ્પર્શના કરતા વિલય પામે છે. વળી યાત્રાને યોગ મળે તે પણ સંઘપતિપણું મળવું દુર્લભ છે. કહ્યું છે કે આ સંઘ અરિહંતને પણ માન્ય અને સર્વદા પૂજ્ય છે. આ પ્રમાણે ઉપદેશ સાંભળી કુમારપાળ રાજાને તીર્થયાત્રાને વિચાર આવ્યો.
ગુરુ મહારાજે આચાર દિનકર ગ્રન્થમાં જણાવ્યા મુજબ વિધિપૂર્વક આઠ સ્તુતિ વડે દેવવંદન કર્યું. શાંતિક અને પૌષ્ટિક ક્રિયા