________________
એ
જ
ન
૨૨૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ કારણ કે તીર્થની સીધી વ્યાખ્યા એટલી જ કરી કે જેનાથી સંસારરૂપી સાગર તરી શકાય છે. તીર્થ કહેવાય. એટલે રસ્થાવર અને જગમ બને તીર્થની સેવા કરવી અને સમકિત નિર્મલ બનાવવું.
માટે-“ભાવે તીરથ જુહારીએ"ધ્રુવ પંક્તિ બનાવી દે.
સ્થાવર-જંગમ તીર્થની યાત્રાના ફળને વર્ણ વતી ખૂબ જ મોટી કથા શ્રાદ્ધવિધિમાં આપેલી છે. તેમાં એક પ્રસંગ આવે છે.
શુકરાજજીને તીર્થયાત્રા ગયા પછી પાછા ફરીને પ્રગટપણે શત્રુજ્ય તીર્થયાત્રાનું ફળ મળેલું છે. કેમકે પિતાનું રાજ્ય પુનઃપ્રાપ્ત થયું હતું.
આ શુકરાજા નવા બનાવેલા રથ-રસાલા સાથે વીણાવાદાદિકના આડંબર સહિત સર્વ સામતપ્રધાન-વિદ્યાઘર પરિવાર યુક્ત મહોત્સવ પૂર્વક સિદ્ધચલજની તીર્થયાત્રા કરવા નીકળેલો છે.
આ સમયે ચંદ્રશેખર રાજા કે જેમણે દેવીની મદદથી પોતાનું રૂપ શુકરાજા જેવું કરીને તેનું રાજ્ય પડાવી લીધેલું, પિતાની જ સગી બહેન ચંદ્રાવતી સાથે પૂર્વ ભવને તીવ્ર સ્નેહને કારણે ભેગા ભગવતો હતે. તે શકરાજાની રાણી હોવા છતાં, અદશ્ય અંજનથી ચંદ્રાવતી સાથે દુરાચાર ચાલુ રાખેલો. તેને ચંદ્રાક નામે પુત્ર પણ થયો હતો. એવે એ ચંદ્રશેખર રાજા પિતાને દુરાચાર કોઈ જાણતું નથી, તેમ માની શુકરાજાના યાત્રા સંઘમાં જોડાયેલો હતો.
શુકરાજ રાજા એ સિદ્ધાચલના તીર્થ નાયકની વંદના-પૂજા–સ્તવના કરી કહ્યું કે ખરેખર આ તીર્થના પ્રભાવે મને શત્રુને જચ થયો માટે તેનું શત્રુજ્ય નામ સાર્થક છે. આ પ્રકારે સ્તુતિ સાંભળતા ચંદ્રશેખર રાજાના પણ પરિણામે શીતળ થયા, તીર્થ નાયકને જોતાં તેને અત્યંત ઉલાસ થયે. પોતે કરેલા કપટ અને પાપની અત્યંત નિંદા કરવા
લાગ્યો.
આ સમયે તેઓને જગમ તીર્થરૂપ એવા મૃગધ્વજ કેવળી મળ્યા. ત્યારે મેક્ષાથી ચંદ્રશેખર રાજાએ પૂછ્યું, “હે સ્વામી ! કોઈપણ પ્રકારે મારો આ ભારે કર્મોમાંથી છુટકારો થશે કે કેમ?
ત્યારે કેવળી ભગવંતે તેને ફરમાવ્યું કે આ તીર્થ પર મન-વચનકાયાની શુદ્ધિથી આલોચના લઈ પશ્ચાતાપ કરી, ઘણાં આકરા તપ કરીશ તો તારા પાપ પણ તીર્થ મહિમાથી ધોવાઈ જતાં રહેશે,