________________
२२२
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
શ્રી તીર્થયાત્રા નીકળેલાં રાંઘના પગની રજ લાગવાથી પુરુષે કર્મરૂપી રજમાંથી મુક્ત થાય છે માટે જ્યાં સંઘની ધૂળ ઉડતી હોય તે દિશામાં જ ચાલવું જોઈએ.
વળી તીજુ વંઝમળતો ન મતિ તીર્થમાં પરિભ્રમણ કરવાથી ભવભ્રમણ કરવું પડતું નથી. તીર્થયાત્રાનું આટલું મહત્વ હોવાથી શ્રાવકોના છત્રીસ કર્તવ્યમાં પચીસમું કર્તવ્ય મુકયું “તીર્થયાત્રા.” શ્રાવકે જધન્યથી પણ વર્ષમાં એક વખત આ કર્તવ્ય કરવું જોઈએ. તે માટે યાદ રાખો. એક વાક્ય
ભાવે તીરથ જુહારીએ તીર્થ એટલે શું? તારે નેન ઝુત તીર્થ
૦ નિશ્ચય નય વડે તે જ્ઞાનાદિ ગુણયુક્ત આત્માને જ તીર્થ કહેવાય છે.
૦ તીર્થંકર પરમાત્માના જન્મ–દીક્ષા-જ્ઞાન-નિર્વાણ કલ્યાણકની ભૂમિ તેમજ તેમની વિહાર ભૂમિએ પણ બહુ ભવ્ય જીને શુભ ભાવની ઉત્પન્ન કરનારી હોવાથી તીર્થ કહેવાય છે.
૦ સાધુ મહાત્મા એટલે કે આચાર્યાદિ મુનિવરો પણ જંગમ તીર્થ ગણાય છે. [સ્થાવર તીર્થનું મહત્ત્વ એટલું વધી ગયું છે કે જંગમ તીર્થ શબ્દ જ ભૂલાઈ ગયા છે.]
તીર્થને અર્થ—“જેના વડે તશય તે તીર્થ” છે. સ્થાવર તીર્થોની જેમ જંગમ તીર્થો પણ સંસાર સમુદ્રમાંથી તારનાર હોવાથી તેને તીર્થ કહેવાય.
આવાં તીર્થોને ભાવ પૂર્વક જુહારવા માટે સર્વ સ્વજન તથા સવ સાધમિકને સાથે લઈ પ્રતિગ્રામ પ્રતિનગર, વિશિષ્ટ ચિત્ય પરિ પાટી કરતાં દર્શન શુદ્ધિને માટે શ્રી શત્રુંજ્યાદિ તીર્થમાં જવું તે તીર્થ યાત્રા કહેવાય છે. પણ તેમાં પૂર્ણ ભાવના સાથે જવું. પ્રભુજી જાવું પાલીતાણું શહેર કે મન હરખે ઘણું રે લોલ પ્રભુજી સંઘ ઘનેરા આકે એ ગિરિ ભેટવા રે લોલ
આ પ્રમાણે મનમાં હરખ ન માત હોય અને પ્રયાણ કરીએ તે સ્થળથી જ પગે પગે મનમાં પાલીતાણા પાલીતાણાનું રટણ ચાલતું હોય તે પેલી પંક્તિ પણ સાર્થક બનશે.
એકેકું ડગલું ભરે શેત્રુજા સમુજેહઋષભ કહે ભાવકોડનાકમ ખપાવે તેહ