________________
(૭) તીર્થયાત્રા
–ભાવે તીરથ જુહારીએ
श्रीतीर्थपथ रजसा विरजी भवंति तीर्थप बंभ्रमणतो न भवेष्वटंति द्रव्य व्ययादिह नराः स्थिर संपदः स्युः
पूज्या भवंति जगदीश मथार्चयंतः શ્રી તીર્થયાત્રાએ જતાં સંઘના પગની રજ લાગવાથી પુરુષે કમરૂપી રજથી મુક્ત થાય છે. તીર્થમાં પરિભ્રમણ કરવાથી પ્રાણીને સંસારમાં ભ્રમણ કરવું પડતું નથી. તીર્થમાં દ્રવર ને બચ કરવાથી સંપત્તિ સ્થિર થાય છે અને જગતના ઈશ એવા જિન રાજને પૂજવાથી જગતુ પૂજ્ય બનાય છે.
તીર્થયાત્રાના ફળને વર્ણવતા એક વખત નાગપુરના પુનડ શ્રાવક સમક્ષ પૂજ્ય ગુરુ ભગવંતે દેશના ફરમાવી. વિશેષ કરીને તીર્થયાત્રાનું પુણ્ય મેટું છે. તીર્થયાત્રા થકી આરંભની નિવૃત્તિ. દ્રવ્યની સફળતા, ઉંચા પ્રકારનું સંઘનું વાત્સલ્ય, દર્શનની નિર્મળતા, હીજનનું હિત, પ્રાચીન છે.ત્યના દર્શન, તીર્થની ઉન્નતિ તીર્થ પ્રભાવના, જિન વચનની માન્યતા, તીર્થકર શેત્ર કમ બંધ, સિદ્ધિનું સામીપ્ય, દેવ અને મનુડ પદવીના લાભ વગેરે સર્વ પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે.
આવા પ્રકારે પૂજ્ય ગુરુ ભગવંત પાસે દેશના સાંભળવાથી પુનડ શ્રાવકે સંવત ૧૨૭પમાં નાગપુર નાગોરથી તીર્થ યાત્રા કરવા માટે પ્રયાણ કર્યું જેમાં ૧૮૦૦ ગાડાં, ૧૦૦૦ સેજપાલ, ૪૦૦ વહેલ, ૫૦૦ વાજિંત્ર, ઘણા દેવાલો સાથે રાખ્યા હતા.
તીર્થયાત્રા માટે નીકળેલા આ સંધમાં સ્થાને સ્થાને મહત્સવ કરતા હતા. જ્યારે સંઘ ધોળકા આવ્યું ત્યારે તે સંઘ ચાલવાથી જે દિશામાં સંઘની રજ ઉડતી હતી તે દિશામાં વસ્તુપાલ ચાલવા લાગ્યા.
ઢોકે એ વસ્તુપાલને કહ્યું મંત્રીશ્વર આ તરફ આવે. પરંતુ મંત્રી એક વાત બરાબર સમજતા હતા શ્રી તીર્થujથ મા વિરા મવનિત