________________
અંતરયાત્રા
૨૧૯
કુમારપાળ રાજાએ કરેલ રથયાત્રા આ રીતે વર્ણવાય છે. ચૈત્ર માસની શુદ આઠમને દિને ચોથે પહોરે મહા સંપત્તિ ચુત તેમજ હર્ષ સહિત મળેલા લેકેએ કરેલા જયજય શબ્દ સાથે શ્રી જિનેશ્વર દેવને સુવર્ણરથ તૈયાર કરવામાં આવ્યા. તે રથ ચાલતો ત્યારે મેરુ પર્વત જેવો શોભતો હતો. તેના ઉપર સેનાના મોટા દડ વાળી ધજા હતી. અંદર છત્ર અને બાજુમાં રહેલ ચામરની શ્રેણીઓથી દીપત હતા. તેમાં સ્નાત્ર, વિલેપન કરી પુપ ચડાવી શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમા સ્થાપન કરેલી. તે રથ કુમારપાળના રાજદ્વાર પાસે માટી ઋદ્ધિ સહિત લાવી મહાજનોએ સ્થાપન કર્યો.
રથ સ્થાપન કર્યો તે વખતે વાજિંત્રોના શબ્દ દશે દિશાઓને પુરી રહ્યાં હતાં. મનહર તાનમાનથી સ્ત્રીઓ નૃત્ય કરી રહી હતી. ત્યાં કુમારપાળ રાજાએ પ્રતિમાજીની પટવન્સ તથા સુવર્ણાલંકાર વડે જાતે પૂજા કરી. વિવિધ પ્રકારના નૃત્ય કરાવ્યા. પ્રભાતે રાજા રથ સહિત નગર બહાર નીકળ્યા. દરાજ સહિત વસ્ત્રોના મનહર મંડપમાં રથ રાખ્યો. રાજાએ રથમાં રહેલી જિનપ્રતીમા પૂછ. ચતુર્વિધ સંઘ સમક્ષ જાતે જ આરતી ઉતારી, રથને આખાનગરમાં ફેરવી થળે સ્થળે મંડળમાં વિસ્તારવાળી રચના કરી તે ઉત્સવને દીપાવ્ય
આવી રથયાત્રા વિશેષ કરીને પર્વ દિવસમાં કે કલ્યાણક દિવસો માં કરવી જોઈએ કેમકે
ता रहनिक्खमणाइ वि एते उ दिणे पडुच्च कायवं
जं एसो चिअ विसओ पहागमा तीए किरिया र યાત્રા પંચાશક-ઝરમાં આ રીતે લખ્યું કે
તે માટે [એટલે કે કલ્યાણક દિવસેમાં શ્રી તીર્થંકર પરમાત્માનું બહમાન વગેરે કરવાથી વિશેષ લાભ થતો હોવાથી રનિમણ રથયાત્રા વગેરે પણ એ દિવસેને આશ્રીને કરવું. કારણકે યાત્રારૂપ તે કાર્ય માટે કલ્યાણકના દિવસે જ પ્રધાન વિષયરૂપ છે. વળી આ યાત્રાઓ દર્શન શુદ્ધિ માટે પણ ઉત્તમ કારણભૂત હોવાથી તેમાં ઉદ્યમ કરે વિશેષે કલ્યાણકારી છે. વળી દર્શનાચારમાં આઠમ પ્રભાવના નામે આચાર છે. તે આચારના ભાગ રૂપે શાસન પ્રભાવનાના કાર્ય તરીકે પણ રથયાત્રા કરવી જોઈએ.