________________
અંતરયાત્રા
૨૧૭
સંઘયાત્રા કહેવાય. પ્રવાસે જતો હોય તો પણ યાત્રા પ્રવાસ લખાય છે. આમ યાત્રા શબ્દ અનેક રીતે રૂઢ થઈ ગયો છે.
આપણે માત્ર રથયાત્રા વિશેજ અત્યારે વિચારી રહ્યા છીએ. તે રથયાત્રા શું છે? પરિભ્રમણ મેં અનંત રે કીધાં હજીયે ન આવ્યો છેડલે રે વીર મને તારો મહાવીર મને તારે ભવજલ-પાર ઉતારો રે
આપણે પ્રભુને ભવ જલ પાર ઉતારે એવી પ્રાર્થના કરીએ છીએ. શા માટે કહીએ છીએ?
ભવભ્રમણ રૂપ યાત્રા તે અનંતકાળથી ચાલુ જ છે. તે યાત્રા રોકવા માટે આ પ્રાર્થના કરી.
રથયાત્રાની વિશેષતા એ છે કે તે યાત્રા અંતરયાત્રામાં પરિ. ણમતાં ભવભ્રમણ ઘટે છે. ચાત્રાની ભવ્યતાની વાત ચાલે ત્યારે કલકત્તા અને જામનગરની રથયાત્રા જરૂર યાદ આવવાની.
મને પ્રશ્ન થાય કે ભવ્યતા શબ્દનું મહત્ત્વ કયારે ?
એક રાજા અવસાન પામ્ય [અત્યારે કદાચ આ વાત કરતાં પ્રધાન અવસાન પામ્યું તેમ કહીએ તેની ભવ્ય શમશાન યાત્રા નીકળી. પુષ્કળ માણસ, ખુલ્લું માં રાખી અને ફૂલહારથી શણગારેલો રાજા, અબીલ ગુલાલ ઉડે છે. લોકે અહોભાવથી ભવ્ય ભવ્ય કરી ઉઠે છે. સ્મશાનમાં ચિતા સળગી. રાખ થઈ ગઈ.
ત્યાં થોડી વાર પછી એક ગરીબ ભીખારીના મૃતદેહને ઢસડીને લાવવામાં આવ્યો. શમશાનનાં માણસે સિવાય ત્યાં કોઈ નહીં, સળગાવી દીધો અને તેની પણ શખ થઈ ગઈ.
એક યોગી બેઠે બેઠે જોયા કરે. રેજ ત્યાં આવે. રાજા અને ભિખારી બંનેની રાખ તપાસે ને ચાલ્યા જાય. શમશાનને મુખ્ય સંચાલક માણસ બે ત્રણ દિવસ તે કંઈ ન બેલ્યો પછી કહે બાવાજી! તમે રોજ આ શું જુઓ છે ?
ભાઈ બીજું તો કંઈ નહીં પણ રાજાની અને ભિખારીની રાખમાં કેઈ ફરક છે કે નહીં તે તપાસ કરું છું.
અરે બાવાજી તમે તે ચકમ લાગે છે. રાખમાં તે કંઈ ફેર હોતા હશે. અમે તો હજારોને સળગાવી દીધા કઈ દી' રાખમાં કંઈ ફેર નથી લાગ્યો આજ સુધી.