________________
૨૧૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
સ્નાન કરી, જગન્નાથપુરી જઈને શ્રીફળની ભેટ ધરી. સીધાં તે જવા ન દે, એટલે રસ્તામાં કોઈ બ્રાહ્મણને કહ્યું કે આ ભગવાનને આપજે. તે હાથોહાથ લઈ લેશે.
બ્રાહ્મણ ખડખડાટ હસતે બે કે મૂર્તિ કંઈ હાથ લંબાવી શ્રીફળ લેતી હશે?
દાસિયે ભક્ત કહે તમારે મન પથ્થર હશે પણ મારે માટે તે સાક્ષાત્ પ્રભુ જ છે.
બ્રાહ્મણે ખરેખર અંદર શ્રીફળ ધર્યું. જગન્નાથજીએ હાથ લાંબો કરી સ્વીકારી લીધું. ઘેર આવીને જુએ તો કાપડના બદલામાં પૈસા અને નવું સુતર તૈયાર પડયા હતા.
ભક્તિના આવા અનેક ચમત્કારો ભક્ત બાલીગ્રામદાસના જીવનમાં બન્યા.
એક માત્ર જગન્નાથજીને રથ અને રથયાત્રાનું માત્ર એક વખતનું દર્શન દાસિયાને ભક્ત બાલીગ્રામદાસ બનાવી ગયું. તે શ્રાવકે તે પ્રતિ વર્ષ જધન્યથી એક વખત રથયાત્રા કરવાની છે. જેથી પુન્યને સંચય અને પાપનો નાશ થાય.
સંપ્રતિ રાજાએ પણ રથયાત્રાનું દર્શન કરતાં જાતિ સ્મરણજ્ઞાન પ્રાપ્ત કર્યું, અનેક જિનમંદિર જિનપ્રતિમા કરાવ્યા–સ્થાપન કર્યા, એટલું જ નહીં અનાર્ય દેશોમાં પણ સાધુ અને શ્રાવકના આચારો શીખવવા માટે પોતાના સેવકને સાધુ વેશે મેકલ્યા. તે રીતે ત્યાંના લેકેને પણ ધર્માભિમુખ કર્યા. પછી ખરેખર જન સાધુઓના તે દેશમાં પરિભ્રમણ માટે વિનંતી કરીને ધર્મ પ્રચાર કરાવ્યા. સાત દાન શાળા ખોલાવી.
આવાં આ સંપ્રતિ રાજા વખતોવખત વિશ્વને આશ્ચર્ય પમાડનારી રથયાત્રા મેટા વિસ્તાર પૂર્વક કરાવતા. શ્રી સંઘ પણ રથયાત્રામાં તત્પર રહેતા.
યાત્રા ત્રણ પ્રકારે કહેવાઈ છે રથયાત્રા, તીર્થ યાત્રા અને અષ્ટાહિનક ઉત્સવરૂપ યાત્રા.
પણ જગતમાં યાત્રા શબ્દ ઘણી રીતે પ્રસિદ્ધ થયેલ છે. ભવભ્રમણને પણ યાત્રા કહેવાય. શમશાને લઈ જતાં હોય તે પણ તેની મશાન યાત્રા ભવ્ય નીકળી તેમ કહેવાય છે. સંઘ નીકળે તે પણ