________________
અંતયાત્રા
૨૧૫
પણ દાસિયે તે એક જ વાત લઈને બેઠે છે જુઓ જુઓ સામે રથમાં જગન્નાથજી બેઠા છે. અહીં કેવું સુંદર મુખ છે. કેવા મનેહર રૂપ છે.
ત્યારે તમે બધાં રથયાત્રામાં કોના દર્શન કરી આવ્યા?
એટલામાં એક સંત આવ્યા. પરિસ્થિતિ સમજી ગયા કે ખરેખર આને પ્રભુજીનું દર્શન કરી લીધું છે. પ્રભુના મનને હરી લીધું છે. તેને રથયાત્રામાંથી અંતરયાત્રા પ્રતિ પ્રયાણ થઈ ગયું છે.
આજથી તારું નામ દાસિયે નહીં બાલિગ્રામદાસ રાખીશું. આ પ્રસંગ પછી દાસિયાનું જીવન બદલાઈ ગયું. હરતાં, ફરતાં, બેસતા ઉઠતાં બસ પ્રભુજીનું જ નામ સમરણ કરે છે.
કુટુમ્બની આજીવિકા માટે કપડું વણતે જાય અને વણતાં વણતાં તે પ્રભુના નામનું સ્મરણ કરે. ક્યારેક તો શાળ ચલાવતા પ્રભુના ધ્યાનમાં એ મગ્ન બની જાય છે, તે શાળ પર જ માથુ ટેકવીને બેઠો રહે. જાણે કેમ તે પ્રભુના ચરણમાં માથુ મુકીને બેઠો હોય.
એક વખત દાસી ગમગીન થઈ ગયે. પ્રભુ રથયાત્રાના દિવસથી તમે આજ સુધી દર્શન નથી દીધાં. પ્રભુ હવે તે દિવસ જેવા દર્શન કદી નહીં આપે ? તેને વિલાપ જાણી જગન્નાથજી એની સમીપ આવીને ઉભા. તેને નેત્રોએ ધરાઈ ધરાઈને પ્રભુનું રૂપામૃત પાન કર્યું અને યુગયુગની પ્યાસ બુઝાવી.
કપડું વેચવા ગયો. પણ મનમાં એક જ રટણ છે, આજ તે પ્રભુએ દર્શન દીધા તે હું પણ જગન્નાથપુરી જઈશ. પ્રભુને ભેગ ધરીશ,
એક બ્રાહ્મણે રસ્તામાં કપડાનો તાકો વેચાત મા. ભાવ ઠેરવ્યા. ત્યાં તો ભક્ત બાલીગ્રામદાસની નજર એક સુંદર શ્રીફળ પર પડી. વાહ નાળીયેરનું આ પહેલું ફળ. બસ પ્રભુને હવે આ જ ભેગ ધરાવે છે.
બ્રાહ્મણને કહે આ શ્રીફળ આપી દે. બ્રાહ્મણ કહે તું ગમે તેટલા પૈસા આપ તો પણ આ શ્રીફળ ન મળે. આ તે પહેલવહેલું જ ફળ, તે કંઈ બીજા કોઈને અપાય ખરૂં? પછી હા-ના હા-ના કરતાં એક પણ પૈસે કાપડને ન દેવાની શરતે બ્રાહ્મણે શ્રીફળ આપ્યું,