________________
-
-
-
- -
-
૨૧૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ અલબત્ત આ રથયાત્રા તે જૈનેત્તરમાં પણ અતિ પ્રસિદ્ધ જ છે. અને રથયાત્રા દર્શન પછી સંપ્રતિ રાજાની માફક અનન્ય અસર પામેલા ભક્ત બાલિગ્રામ દાસને એક પ્રસંગ વિખ્યાત છે.
ભક્ત બાલીગ્રામ દાસનું મૂળ નામ દાસિયા હતું. એક વખત તેની પનીએ બુમ પાડી, અરે એ ચુનીયા, જે તે ખરી તેને શું થઈ ગયું? દાસીયાની પત્ની તુલસીને સાદ સાંભળી પડોશણ દેડતી આવી.
જે ને બહેન ! મારું નસીબ કુટી ગયું. જ્યારથી જગન્નાથજીને રથ નીકળેને દર્શન કરીને તેઓ આવ્યા છે. ત્યારથી એ ગાંડાની જેમ બકબક કર્યા કરે છે. કોણ જાણે શું થઈ ગયું પણ તે ગાંડાની જેમ કયારેક નાચે છે. ઘડીકમાં કુદે છે સમજણ નથી પડતી શું થઈ ગયું તેમને?
આ સ્ત્રીઓને કેણ સમજાવે કે દાસીયાની અંતરયાત્રા શરૂ થઈ ચુકી હતી.
રસોડામાં ચુનિયા અને તુલસી પેઠા ને જ્યાં નજર પડી તો દાસિયા પાગલની જેમ હસતે હતો સામે જ રાતા રંગની ભાતની હાંડલી પડી હતી. ભાતની હાંડલી પર ભાત ઉભરાઈને બહાર આવી ગયા હોવાથી અવનવું ચિતરામણ થઈ ગયું હતું. દાસિયા તેની સામે જોઈ હસી રહ્યો હતો. - બદિયા કાકા આવ્યા. તેણે જોયું એટલે બોલ્યા, દાસિયા જમતાં જમતાં આ શું ગાંડા કાઢે છે?
બદીયા કાકા ! હું જમું શું ? જુઓને સામે જગન્નાથજી પ્રભુ બેઠા છે.
અરે આ હાંડલી છે હાંડલી. ગાંડા –- શું તમને બધાને હાંડલી દેખાય છે. જુઓ તે ખશ કેવું સુંદર ગોળમટોળ મારા પ્રભુનું મસ્તક છે. જુઓ જુઓ, આ એમનાં નેત્ર આ એમનું નાક, વાહ ! વાહ! પ્રભુ-દાસિયે તો રોમાંચિત થઈ ગયે. તેની વાણી ગદગદ થઈ ગઈઆંખમાંથી પ્રેમની અશ્રુધારા વહેવા લાગી.
દાસિયાના આ પાગલ વેળા જોઈને તેની પત્ની તુલસી ધાર અસુએ રડે છે. માથું કુટે છે આજે પહેલવહેલા જ જગન્નાથજીના રથના દર્શન કરવા ગયાને વળગળ લઈને આવ્યા. ઘડીક હસે, ઘડીક રડે, ઘડીક વાત કરે ન જાણે શું થઈ ગયું.