________________
અંતર યાત્રા
૨૧૩
સુંદ) ગીત ગાતી. એ રીતે ઘેરઘેર સત્કાર પામત, ઉત્તમ કેસર વગેરેના પાણીનો છંટકાવવાળી ભૂમિ પર ચાલતો તે રથ સંપ્રતિ રાજાના મહેલના બારણે આવ્યા. ત્યારે તે રાજા પણ રથપૂજા કરવા તૈયાર થયે અને અપૂર્વ આનંદ રૂપી સરોવરમાં હસની જેમ નહાતા તેણે રથમાં શોભતી પ્રતીમાજીની અષ્ટ પ્રકારી પૂજા કરી.
તેમાં આર્ય સુહસ્તિ સૂરિજીને જોઈને સંપ્રતિ રાજાને જાતિ સ્મરણ જ્ઞાન થયું, પિતાને પૂર્વભવ જાણવામાં આવ્યો અરે આ તો મારા ઉપકારી ગુરુ મહારાજ. પૂછયું આપ મને ઓળખે છે. ગુરુજી?
આચાર્ય મહારાજ કહે રાજન તમને કોણ ન ઓળખે? રાજાએ પૂનપ્રશ્ન કર્યો, હે શ્રુતજ્ઞાની મહાત્મા હું આપને આ ઓળખાણ નથી પૂછ. પૂર્વની કેઈ ઓળખાણ આપને ખરી? - શ્રુતજ્ઞાન ના ઉપગવાળા આચાર્ય દેવે જણાવ્યું કે પૂર્વ ભવે તમે એક શંક ભિક્ષુ હતા. પણ એકજ દિવસના સર્વવિરતિ સામાયિક ના બળે તમે આ રાજ્ય સંપત્તિને પામ્યા છે.
ગુરૂદેવ આપના પસાયે મળેલ રાજ્ય આપ જ ગ્રહણ કરે.
આચાર્ય શ્રી કહે રાજન ! રાજ્ય અસાર છે. તમે ખરેખર ઋણ મુક્ત થવા માગતા હો તે પુણ્ય કાર્ય કરી લઉમીને સદ્વ્યય કરે.
ગુરુના ઉપદેશથી સંપ્રતિ રાજાને તે રથયાત્રા અંતરયાત્રામાં પરિણમી. તેણે સમગ્ર પૃથ્વી ને અનેક જિનબંઓ વડે સુશોભિત કરી, નિયમ કર્યો કે રોજ એક ચૈત્ય પૂર્ણ થવાના ખબર મળશે પછી જ હું મેઢામાં જ મુકીશ.
આ નિયમનું પાલન કરતાં કરતાં તેણે ૨૫૦૦૦ નવા ચેત્યો કરાવ્યા, ૩૬૦૦૦ ચૈત્યોના જિર્ણોદ્ધાર કરાવ્યા અને સવા કરોડ પ્રતિમાજીઓ પધરાવી–ભરાવી.
પણ આવળી મેટી અંતર્યાત્રા તેની થઈ તેના મૂળમાં શું હતું ? “થયાત્રા.”
એક રથયાત્રાનું દર્શન થયું–તેમાં નીકળેલા આચાર્યદેવને જોતાં પૂર્વ જન્મનું સંસ્મરણ થયું તો આટલા મોટાં પુન્ય કાર્યને ભાગી બન્યા. તેથી શ્રાવાએ પોતાનું કર્તવ્ય જાણી પ્રતિ વર્ષે એક વખત તે રથયાત્રા અવશ્ય કરવી.