________________
(૯૬) રથયાત્રા
-અંતરયાત્રા
रथयात्रामथापरां
अष्टाह्निकाभियामेकां तृतीया तीर्थयात्रा चेत्याहु यत्रास्त्रिया बुधाः યાત્રાત્રિકનું વર્ણન કરતાં આ શ્લાકમાં જણાવે છે કે યાત્રા ત્રણ પ્રકારે એક અઠ્ઠાઇ ઉત્સવ ચાત્રા, ખીજી રથયાત્રા, ત્રીજી તી યાત્રા પડિતજનાએ કહેલી છે.
મન્નહ જિણાણ* સજ્ઝાયમાં શ્રાવકનાં કર્તવ્યોને વર્ણવતા ચાવીસપચીસમું' કર્તવ્ય જણાવ્યુ. રથયાત્રા અને તી યાત્રા કરવી.
સૌ પ્રથમ ચાવીસમું કતવ્ય છે રથયાત્રા. રથયાત્રા શબ્દ સ્વયં સ્પષ્ટ જેવા છે. રથમાં પરમાત્મા સાથે નીકળતી યાત્રા અથવા રથની યાત્રા, જે યાત્રામાં રથ મુખ્ય છે તે યાત્રા. એ પ્રકારે વિભિન્ન અ થઈ શકે, પણ જેનામાં પારિભાષિક શબ્દ જેવા બની ગયેલ. આ રથયાત્રા શબ્દ છે. સૌ તેનાથી એટલા પરિચિત છે કે તે વિશે વ્યાખ્યાની જરૂર જ ન રહે.
ઉપદેશ કલ્પવલ્લીમાં પણ જણાવે છે કે જિનેન્દ્રની પ્રતિમાજી રથમાં સ્થાપન કરીને વાજિંત્રાદિ પૂર્વક તે થ્રુ શ્રાવકના ઘર ઘર પાસેથી ફેરવવા તે શ્રાવકનુ કર્તવ્ય છે, કેમકે તેને જોઈને અનેક ભવ્ય પ્રાણીઓ તેની પ્રશંસા કરે છે. પુણ્યના ભાજક થાય છે. શ્રાવકએ શ્રદ્ધાપૂર્વક રથયાત્રામાં વાપરેલુ ધન તેના પુણ્યનું પાષણ અને પાપનુ શાષણ કરે છે. ખરેખર જયાં શ્રાવકે વડે વાર વાર રથયાત્રા કરાય છે. તે દેશ-તે ગામ—તે નગર અને તે સમય દર્શન કરવા લાયક છે.
સારી રીતે શણગારેલા ઉત્તમ રથમાં શ્રી જિન પ્રતિમાજીને પધરાવીને મહોત્સવપૂર્વક સ્નાત્રપૂજાદિ ભક્તિ સત્કાર કરતાં સમસ્ત નગરમાં ફેરવીને તેની પૂજા કરવી કરાવવી વગેરે રથયાત્રા કહેવાય. બાકી ખરેખરી રથયાત્રા તા જે થયાત્રા અતરયાત્રા અને તે છે.