________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
ભાગ પાળવે છે. જીવણ મનમાં મુંઝાય છે. કચવાતા કોચવાતા કહ્યું કે ભાઈ બધું તમે રાખો મારે કાંઈ ન જોઈએ.
જીવણ એ વાતની એક વાત મારે નોખાં થયું છે.
કાકા આવ્યા. કાકા સજ્જડ થઈ ગયા. લીરા શેઠની વાતને ભરોસે બેસતું નથી. છરણ કહે કાકા કાંઈ બન્યું નથી. કદાચ ભાવિની ચિંતા હાય કે જીવણને ત્રણ દિકરા ને મારે એક છે.....મેઘાણંદ કાકા કહે ફેરથી કઈ દી બેલીશમાં આ વાત.
લીરા શેઠ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. કાકા આજે હાથની આંટી પડી ગઈ. હવે મેત ઢુંકડું છે નહીં તે કઈ દી જીવણને મારા છોકરામાં ભેદ ન રાખું ને આ હાથ આંટીએ પડયો. મારે જીવ હાથમાં રેત નથી. અરરર! કઈ દી' નહીને મે જીવણના છોકરાને મારે છોકરાના ભાગ પાળવામાં ભેદ રાખે. હવે બુદ્ધિ બગડી એ જ ખટકે છે.
આગેવાને કહે ઠીક. બને અડધે અડધો ભાગ કરો. લીરે શેઠ કહે નહીં. ચાર ભાગ કરો ત્રણ જીવણના દીકરાના અને ચોથા મારા દીકરાને
હા–ના હા–ના થઈ તો યે લીરા શેઠે તો ચાર ભાગ જ પાડ્યા. ઘેડ પંથકમાં બધાંયે તેના વ્યવહારથી મોંમાં આંગળી નાખી ગયા લીરો શેઠ છ મહિનામાં ગુજરી ગયે. - આ છે “વ્યવહાર શુદ્ધિ.” તમે પણ સૌ શુદ્ધ વ્યવહાર તે ધર્મનું મૂળ સમજી શ્રાવકના ૨૩માં કર્તવ્યનું પાલન કરનારા બને.