________________
૨૦૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
શ્રેષ્ઠીએ પુત્રવધૂના વચનને સ્વીકારી નીતિપૂર્વક વ્યાપાર શરૂ કર્યો. છ માસમાં તેણે પાંચ શેર પ્રમાણ સુવર્ણ ઉપાર્જન કર્યું. તેકમાં તેની છાપ સુધરવાથી સત્ય અને પ્રમાણિક વ્યાપારી ગણાય. લોકોને પણ વિશ્વાસ બેસ્ય.
વહુ કહે હવે પાંચ શેર સોનાની પાંચશેરી બનાવે. તેને ચામડા વડે મઢી ઉપર તમારું નામ અંકિત કરાવી રાજમાર્ગમાં મુકે. છેઠીએ એ પ્રમાણે કર્યું છતાં ત્રણ દિવસ સુધી કોઈ અડકયું પણ નહીં. પછી મેટા જળાશયમાં નાંખી ત્યાં કઈ મચ્છ ગળી ગયો. મચ્છના પેટમાંથી તે પાંચ શેરી નીકળતાં માછીમારે શેઠનું નામ વાંચ્યું એટલે શેઠને દુકાને આપી ગયે.
આ રીતે વહુના વચનમાં વિશ્વાસ દઢ થવાથી શુદ્ધ વ્યવહાર વડે શેઠે ઘણું દ્રવ્ય ઉપાર્જન કરી સાત ક્ષેત્રમાં વાપર્યું માટે હે શ્રાવકે તમે પણ “વ્યવહાર શુદ્ધિ” જાળવે.
सुधीरर्थाजने यत्नं कुर्यान्याय परायण:
न्याय एवानपायोऽयममुपायः संपदापदम् ન્યાયમાં તત્પર થઈ સારી બુદ્ધિવાળા પુરુષે અર્થ ઉપાર્જન કરવામાં પ્રયત્ન કરે. (કારણ કે) ન્યાય જ સંપત્તિને વિદારહિત ઉપાય અને સ્થાન છે માટે હે શ્રાવકે તમે વ્યવહાર શુદ્ધિ વડે ધન ઉપાર્જન કરો.
જેમ ઘી–ગોળ આદિ પદાર્થો શુદ્ધ હોય તે મોદક પણ શુદ્ધ થાય છે તે રીતે જ ધન શુદ્ધિ વ્યવહાર શુદ્ધિ વડે થાય છે ધનશુદ્ધિ થતાં ધર્મ શુદ્ધિ થાય છે. માટે યાદ રાખો.
શુધ વ્યવહાર તે ધમનું મૂળ અલબત્ત આજના યુગમાં અનીતિના વધતાં પ્રમાણને કારણે વ્યવહાર શુદ્ધિની વાત જલ્દી ગળે ઉતરે તેમ નથી. એક પ્રસંગ બનેલો. એક સન્માન સમારંભમાં એક ગૃહસ્થને સમાન પત્ર અપાયું. સેનાનું કાસ્કેટ ચાંદીની થાળીમાં મુકેલું. રાતને સમય, અચાનક વીજળી ફેઈલ થતાં જરાવાર લાઈટ બંધ થઈ ને બેટરી વગેરે ચાલુ કરી દેવાયા ત્યાં તે સોનાનું કાસ્કેટ ગુમ થઈ ગયું.
આજકો કહે સજજને અને સનારીઓ, કહેતાં દુઃખ થાય છે કે હકીકતે કાશ્કેટ ગુમ થયું છે. કેઈ બહાર ગયું નથી કે આવ્યું નથી માટે તમારામાં જ કોઈ પાસે કાસ્કેટ છે. અમારે જડતી નથી લેવી.