________________
२०६
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ વેશ્યા–જુગારી સાથે ઉધાર વ્યવહાર ન કર. કારણ કે તેથી મૂળ દ્રવ્યને પણ નાશ થવાનો સંભવ છે.
વ્યાજ-વટાવ કરનાર વ્યાપારીઓ દ્રવ્ય કરતાં અધિક મૂલ્યવાન વસ્તુ ગિવી રાખીને જ વ્યવહાર કરે. જેથી ઉઘરાણી વખતે કલેશ કે વિવાદ થાય નહીં અને ધર્મની પણ હાનિ ન થાય.
જિનદત્ત છેઠીને મુગ્ધ નામે પુત્ર હતો. પિતાના નામ મુજબ ભેળ. બાપની મહેરબાનીથી સુખમાં લીલા લહેર કરે. અવસર આવતાં શ્રેષ્ઠીએ તેને પરણાવ્યું. અને તેને ગુઢ અર્થના વચનથી ઉપદેશ આપ્યો કે હે વત્સ
(૧) સર્વ ઠેકાણે દાંતની વાડ રાખવી. (૨) વ્યાજે ધીર્યા પછી ઉઘણું ન કરવી. (૩) બંધનમાં પડેલી સ્ત્રીને મારવી (૪) મીઠું ભેજન જ કરવું (૫) સુખે નિદ્રા કરવી (૬) ગામે ગામ ઘર વસાવવું (૭) દરિદ્રાવસ્થામાં ગંગા તટ ખેદ (૮) કંઈ શંકા પડે તે પાટલી પુત્ર નગરે જઈ સેમદત્ત પઠી નામે મારા સ્નેહીને પૂછવું. જ મુગ્ધ શ્રેષ્ઠી તે કંઈ સમજ્યો નહીં. ભેળપણમાં બધું નાણું ખોયું. શ્રી વગેરેને પણ અપ્રિય બની ગયે. એકે કામ તેના થતાં નહીં. વધાશમાં લોકો મહામુખ સમજવા લાગ્યા. એટલે તે છેલ્લે સોમદત્ત છેઠીને મળવા પાટલીપુત્ર ગયે.
પિતાએ આપેલા ઉપદેશ મુજબની વાત કરી પૂછયું કે હું આમાંનું કંઈ સમજતા નથી તો આપ મને ભાવાર્થ સમજાવે.
સોમદત્ત શ્રેષ્ઠીએ કહ્યું સાંભળ –
(૧) સર્વ ઠેકાણે દાંતની વાડ કરવી મતલબ કઈને કંઈ કડવું કહેવું નહી', પ્રિય લાગે તેવા જ વચને બોલવા.
(૨) કોઈને વ્યાજે ધીર્યા પછી ઉઘરાણી ન કરવી એટલે કે પ્રથમથી જ અધિકાંશ-મૂલ્યવાળી વસ્તુ ગિરવી રાખીને દ્રવ્ય ધીરવું, જેથી દેવાદાર જાતે જ પૈસા આપવા આવે.
(૩) બંધનમાં પડેલી સ્ત્રીને મારવી એટલે કે પુત્ર-પુત્રી હોય તે જ તાડના કરવી નહીં તે રોષે ભરાયેલી તે કયારેક કુ પુરે કે પિયર ભાગી જાય.
(૪) મીઠું ભેજન કરવાને અર્થ એ કે પ્રીતિ આદર દેખાય ત્યાં જ ભેજન કરવું અથવા તે ભુખ લાગે ત્યારે જ ખાવું જેથી સર્વ કંઈ મીઠું લાગે.