________________
શુદ્ધ વ્યવહાર તે ધર્મનું મૂલ
૨૦૫ તે વ્યવહાર શુદ્ધિમાં ખરેખર મન વચન કાચની નિર્મળતા છે. નિર્દોષ વ્યાપારમાં મન-વચન કર્મથી કપટ રાખવું નહીં. અસત્યતા કે અદેખાઈ પણ રાખવી નહીં તેથી વ્યવહાર શુદ્ધિ થાય છે. કારણ કે –શુદ્ધ વ્યવહાર તે ધર્મનું મૂળ છે.
ઉપરના શ્લોકમાં લખ્યું કે વ્યવહાર શુદ્ધિ સારૂ વિરડ્યા દેસાદિક વિરુદ્ધને ત્યાગ કરીને વ્યાપાર કરતાં જે દ્રવ્ય ઉપાર્જન કરાય છે. તે ન્યાયપાર્જિત વિત્ત ગણાય છે. ૦ દેસાદિ વિરુદ્ધ એટલે શું?
વ્યાપારમાં વ્યવહાર શુદ્ધિ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ–ાવ એ ચાર ભેદે છે. (૧) દ્રવ્યશુદ્ધિ :- પંદર કર્માદાન–ઈગલ કમ વગેરેનું કારણ એવું કરિયાણું સર્વથા વર્જવું. કેમકે ધર્મને પીડા કરનારું અને લેકમાં અપયશ કરનારું કરિયાણું ઘણો લાભ થતો હોય તે પણ પુણ્યાથી છલોએ ઠરી લેવું કે રાખવું નહીં. તૈયાર વસ્ત્ર-સુતરનાણું–સનું રૂપું વગેરે વ્યાપારની ચીજ પ્રાયે નિર્દોષ હોય છે. વળી વ્યાપારમાં જેમ આરંભ ઓછો હોય તેમ ચાલવું. આજીવિકા નિમિત્તે કરવું પડે તે પણ આમા તથા ગુરુ રાક્ષીએ નિંદા કરી વ્યાપાર કરવો.
(૨) ક્ષેત્રશુદ્ધિ :- ક્ષેત્રથી જયાં સ્વચક–૨ કે માંદગી વ્યસન આદિનો ઉપદ્રવ ન હોય તથા ધર્મની સર્વ સામગ્રી હોય તે ક્ષેત્રમાં વ્યાપાર કરે. બીજે રથાને ઘણો લાભ થતું છે. તે પણ વ્યાપાર ન કરવી.
(૩) કાળ શુદ્ધિ : કાળથી ત્રણ અઠ્ઠાઈ, પર્વતિથિ, પિયુંષણમાં વ્યાપાર વર્ષ છે. વર્ષાદિઋતુ આશ્રીને જે જે વ્યાપારને સિદ્ધાંતમાં નિષેધ છે તે તે વ્યાપાર ન કરો.
(૪) ભાવ શુદ્ધિ :- ભાવથી વ્યાપાર કાર્યના ઘણાં ભેદ છે. જેમ કે ક્ષત્રીય વ્યાપારી કે રાજા સાથે છેડો વ્યવહાર પણ કર્યો હોય તે પ્રાચે લાભ થતો નથી. પોતાના હાથે આપેલું દ્રવ્ય પણ માગતાં જે લાકેથી ડર રાખવો પડે તેવા શસ્ત્રધારી લોકોની સાથે થોડો વ્યવહાર કરવાથી પણ કઈ રીતે લાભ થવાને?
તેથી ઉત્તમ વણિકે ક્ષત્રિય વ્યાપારી, બ્રાહ્મણ વ્યાપારી તથા શસ્ત્રધારી સાથે કોઈ કાળે વ્યવહાર કરવો નહીં. વિશેષ કરીને નટ-વિટ