________________
૨૦૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
विवायं कलहं चेव सव्वहा परिवज्जए साहम्मिएहिं सद्धिंतु जओ एअं विआहियं जो किर पहणइ साहम्मिअंमि कोवेण दसणमयंमि
आसायणं तु सो कुणई-निक्किवो लोगवंधूणं | શ્રાદ્ધદન કૃત્ય ગાથા ૨૦૨–૨૦૩માં જણાવે કે સાધમિકેની સાથે વિવાદ–કલહ સર્વથા ન કરો. કારણ કે દર્શનમય સાધર્મિકને કોધથી જે મારે છે તે નિર્દય [આત્મા] ત્રિલેકબંધુ શ્રી તીર્થકર દેવની આશાતના કરે છે. * એક વખત ડેલિયમના યુદ્ધમાં એથેન્સવાસીઓનો પરાજ્ય થયો. તેઓએ યુદ્ધ મેદાનમાંથી નાસી છુટી જીવ બચાવવા સિવાય કોઈ વિકલ્પ ન હ્યો. તે સમયે સેક્રેટીસ પણ લશ્કરમાં હતાં. માર્ગમાં ઝોને ફેન નામે સૈનિક ઘાયલ પડેલો-કણસતો હતો.
જીવ બચાવવા નાસતો કોઈ એથેન્સવાસી ત્યાં ઉભો ન રહ્યો. સેક્રેટીસે ઝેનોફેનને પોતાની પીઠ પર ઉંચકી લીધો. માંડયા એથે
સ તરફ ભાગવા. આ જોઈ સૈનિકે કહ્યું અરે સેક્રેટીસ તું શું કરી રહ્યો છે, પાછળ દુશ્મનનું ટોળું આવી રહ્યું છે, જો પકડાઈશ તે જીવત નહીં રહે. ને ફેનને મુકીને દેડવા માંડ. સેક્રેટીસ કહે એ ને બને. આપણે અહીં મરવા આવ્યા છીએ. મતની બીક નથી જે આને છોડી દઉં તે મારું બંધુત્વ લાજે.
આવી ભાવના હોય સાધર્મિક વાત્સલ્યની
સંઘ પૂજનને રૂપીયો આવે ત્યારે એક સુંદર ફ્રેમમાં મઢાવી રાખજે. કઈ પૂછે તો કહેજે કે આના હું રે જ દર્શન કરું છું કેમકે મને સાધર્મિક તરીકે આ રૂપીયે મલ્યા છે. તેને પગે લાગવાથી મને રોજ યાદ આવે છે. સ્વામી વત્સલ કીજીયે રે–