________________
સ્વામી વત્સલ કજીયે રે
૧૯૯
ન થાયે ત્યારે ઈદ્ર પ્રગટ થયાં અને રાજાને ઉક્ટ ભક્તિ માટે ધન્યવાદ આપ્યા. માટે કહ્યું છે કે –
સ્વામી વત્સલ કીજીયે રે લોલ સાધર્મિક વાત્સલ્યનું મહત્વ સમજ્યા પછી તેની વિધિ જણાવતા ઉપદેશ કપલીમાં કહ્યું.
કેટલાંક શ્રાવકો બારવ્રત ધારી હેય, કોઈ પાંચ અણુવ્રત પાળતા હાય, કેઈ સામાયિક વ્રતવાળા હોય, કોઈ જિનપૂજા કરનારા હૈય, કેઈ સમકિત ધારી હોય, કેઈ બ્રહ્મચર્ય પાળનાર હોય, કઈ સચિવ ત્યાગી હોય, કેઈ તીર્થયાત્રા કરનારા હોય, આવા અનેક પ્રકારે વ્રતનું પાલન કરનારા હોય તેઓનું વાત્સલ્ય વિવેકી જનોએ કરવું જોઈએ. જેઓ માત્ર રોજ નવકાર ગણનાર છે તે પણ પુણ્ય કાર્ય કરનારા છે માટે તેમને સાધર્મિક ગણ તેમને સન્માનપૂર્વક સાકરખારેક–ટપરા, વિવિધ પ્રકારના પકવાને, ઘીવાળાં અન તાંબુલ, સુગધી દુધ કે જલપાન કરાવીને તથા વસ્ત્ર કે તિલક દ્વારા સન્માનીને અલંકારાદિ પહેરામણી કરી સાધર્મિક વાત્સલ્ય કરવું.
શ્રી જિનશાસન કહે છે કે ઘર આંગણે આવેલા સાધર્મિકને જોઈને જેના હૃદયમાં હર્ષ થતો નથી તે પુરુષ સમકિતવત છે કે નહીં તેનો જ સંદેહ છે. મેક્ષ ફળ ઈચ્છનારાઓએ સાધર્મિક જનનું વાત્સલ્ય કરવું તે જ તેની લક્ષ્મી સફળ છે માટે – “સ્વામી વત્સલ કીજીયે રે”
પંચાયણ શ્રેષ્ઠીએ આદરપૂર્વક શ્રાવકને બાર વ્રત ગ્રહણ કરેલાં. રોજ નવું સ્તોત્ર કે શાક ભણે, પ્રતિકમણ કરે, પૂજા કરે અને એ રીતે દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધના કરે. સાધર્મિક વાત્સલ્ય પણ કરે.
ભિન્ન ભિન્ન દેશમાં ઉત્પન્ન થયેલાં પાકો, સિંહ કેસરીયા લાડું, સુસંસ્કૃત પકવાન વિવિધ અન, સુગંધી પાનબીડાંથી સાધર્મિ કેને સત્કારે. ભેજન બાદ વિવિધ દેશમાં ઉત્પન્ન થયેલ ઉજજવલ વસ્ત્રો વડે પહેરામણી કરે.
આ રીતે પ્રત્યેક શ્રાવકોએ સાધર્મિક વાત્સલ્ય યથાશક્તિ કરવું જોઈએ.