________________
૧૯૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ ધર્મો ટકાવવા મુશ્કેલ બનશે. માટે તેનું મૂલ્ય સર્વ ધર્મોને ભેગા કરીએ એટલું છે. તેમ કહ્યું.
માને કેઈ સ્થાને જૈન ધર્મ પાળનારા બિલકુલ ન હોય તો જેન ધર્મ પ્રરૂપિત દાન શીલ-તપ-ભાવ રૂ૫ ધર્મ જોવા મળશે ખરો ? જેવા મળશે તે ટકશે ખરા ? કારણ કે ધર્મના ટકવાને આધાર ધર્મના પાલન કરનારા પર છે.
સાધર્મિક વાત્સલ્ય થકી તીર્થંકર પદવી સુધીની પ્રાપ્તિ થઈ શકે છે. સંભવનાથ પરમાત્મા પુર્વ ત્રીજા ભવે વિમળ વાહન રાજા હતા. તેમણે દુકાળમાં મેટી સાધર્મિક ભક્તિ કરીને જ તીર્થકર નામ કર્મ બાંધેલું હતું,
પ્રશ્ન :- ૨૦ સ્થાનકમાં સાધમિક વાત્સલ્ય કેઈ સ્થાને નથી તે તમારી વાત કઈ રીતે સાચી?
–સમાધાન– ત્રીજું સ્થાનક છે પ્રવચન ભક્તિ, પ્રવચનથી શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાનું પાલન કરનારે સંધ સમજવો. તેની ભક્તિ તે સાધર્મિક ભક્તિ – તે પદની આરાધના વડે સંભવનાથ પ્રભુના જીવે તીર્થકર નામ કર્મ બાંધેલું.
રાજા દંડવીર્યને નિયમ કે આંગણે આવેલા સાધમિકને જમાડીને જમવું. રાજ તરફથી મેટું રડું ચાલે દેશ વિદેશના સર્વ સાધમિકેની ત્યાં ભક્તિ થાય છે. ભોજન સમયે દંડવીર્ય રાજા તપાસ કરે કે બધાં સાઘમિકે જમ્યા કે નહીં? કયારેક સાંજ પણ થઈ જાય. છતાં રાજા પોતાની જાતને ભાગ્યશાળી માને.
એક વખત ઈદ્ર તેની પરીક્ષા કરવા માટે આવ્યા. શ્રાવકનું રૂપ લીધું. રાજાએ સન્માનપૂર્વક ભોજન માટે વિનંતી કરી. વસ્તુઓ પીરસાણી. એક વખત ખલાસ. – બીજી વખત ખલાસ – ત્રીજી ચોથી વખત વાનગી પીરસાણી. બધી ખલાસ રસોઈયા જોઈ રહ્યા. આ કે જમવાવાળે છે. મંત્રીના ઈશારાથી પીરસવાનું ચાલું જ રહ્યું, નવી નવી રાઈ બનવા લાગી. રાજા દંડવીર્યને, ખબર પડી, જાતે આવ્યા પેલો શ્રાવક બનેલો ઈન્દ્ર કહે તમે પણ ઠીક છે મને એક ને જમાડી નથી શકતા. તે આટલા બધાં શ્રાવકને કેમ જમાડતા હશો,
ઈન્દ્ર નવું નવું રંધાતુ ધાન્ય સાફ કરતાં જ જાય છે. રાજાને થયું નક્કી કઈ દેવ જ મારી પરીક્ષા કરવા આવ્યા છે. છેલે રાજા