________________
૧૯૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
-
-
-
-
0 વિસરી ગયેલા કાર્યને યાદ કરાવવું તે સારણ ૦ કુસંગતિ વગેરે અકાર્યથી વારવા તે વારણ ૦ સારણ અને વારણ વારંવાર કશ્વા છતાં પણ
જે કઈ અતિ પ્રમાદી જીવ પિતાનાં કર્તવ્યમાં ભૂલ કરે તે તેને “શ્રાવક જેવા ઉત્તમ કુળમાં જન્મ લઈ આમ કરવું યોગ્ય છે ?” વગેરે વાક્યથી ઉપાલંભ આપીને પ્રેરણું કરવી તે ચાયણ.
૧ એક જ વિષયમાં વારંવાર ભૂલ કરે ત્યારે કઠોર શબ્દથી ધિકકારવા પૂર્વક અત્યંત પ્રેરણા આપી ધર્મમાં સ્થિર કરે તે પડિચોયણાં. જો કે કઠેર શબ્દો બોલતાં અસદ્દભાવ ન થાય તે જોવું.
શ્રાદ્ધ વિધિની ગાથામાં પણ સારણાદિનું સ્વરૂપ સમજવતાં લખે છે કે
- વિસ્મૃત થયેલાનું યાદ કરાવવું તે સારણા ૦ ઉલટા આચરણથી વારવું તે વારણું ૦ છતાં ચૂકે તે સાવધ કરવા તે ચેયણા
૦ નિષ્ફર વચનથી ઓળભે આપી ધર્મ માર્ગમાં સ્થિર કરે તે પડિયણ.
આ રીતે સાધમિકેનું દ્રવ્ય અને ભાવપૂર્વક વાત્સલ્ય કરવું.
સવચંદ શેઠ વણથલી ગામનું નાક ગણાય. આસપાસના પાંચ સાત ગામનું પૂછવા ઠેકાણું. ધીરધારને ધીકતો ધં. કાળ દુકાળે સવચંદશેઠને પટારે લેકેને જવાબ દે. પ્રતિષ્ઠા પણ સારી.
એક દિવસ કઈ અદાવતીયાએ બાજુના ગામના ગરાસદારના કાન ભંભેર્યા. શેઠની પેઢી ખોટમાં છે સવચંદ શેઠ ડુક્યા છે. કોઈ થાપણ હોય તે ઉપાડી લેજે.
ઈર્ષ્યાળુ માણસની વાત સાંભળી કાચા કાનને ગરાસીયે વહેમાયે. થાપણ ઉપાડી લેવામાં સલામતી માની, ઘોડે ચડી ઉપડશે. શેઠ, “કુંવર હારે વાંધો પડે છે. અટાણે જ થાપણ કાઢી ઘો.”
શેઠ જરા મુંઝા. ગરાસિયાની એક લાખની થાપણ. તે વેપારમાં રોકાયેલી. એક જ દિવસમાં છુટી થાય નહીં. ગરાસિયે હઠે ચડો. પળમાં પ્રતિષ્ઠા પીગળી જાય એવું વસમું. કરવું શું ? વાણિયે દાંત કલમ ઉપાડી. કાગળ કાઢી અમદાવાદની એ વખતની જાણીતી પેઢીના માલિક સેમચંદ શેઠ માથે લાખની હુંડી લખી. હડી