________________
સ્વામી વત્સલ કીજીયે રે
૧૯૩
પ્રતિવર્ષ સમાન ધમીઓનું વાત્સલ્ય પોતાની શક્તિ મુજબ કરવું જોઈએ.
જેઓ બધાં સાધમિકનું વાત્સલ્ય કરી શકતા નથી તેઓએ ઓછામાં ઓછી એક બે શ્રાવક-શ્રાવિકાની પણ ભક્તિ અવશ્ય કરવી. કેમકે સમાન ધમીઓને મેળાપ ઘણો દુર્લભ છે.
શ્રાદ્ધ વિધિમાં પણ કહ્યું કેसर्वैः सर्वे मिथः सर्व सम्बन्धा लब्ध पूर्विणः ___ साधर्मिकादि सम्बन्ध लब्धारस्तुमिताः क्वचित् સંસારમાં જન્મ મરણ કરતાં સર્વ જીવોએ પરસ્પર સર્વ [બધાં ની સાથે સર્વ [બધાં સંબંધે ને પુર્વ કાળમાં કેટલીયે વખત બાંધ્યા છે પણ સાધર્મિકપણું વગેરે સંબંધ બાંધનારા તે અ૫જી જ હોય છે.
સાધર્મિક વાત્સલ્ય બે પ્રકાર કહ્યું છે.
૦ દ્રવ્ય સાધર્મિક વાત્સલ્ય :- જે શક્તિ સંપન્ન હોય તો રોજ એક-બે સાધર્મિકોને જમાડે તેમ કહ્યું. અશક્ય હોય તે જન્મલગ્ન વગેરે મહોત્સવમાં કે તેવા અન્ય પ્રસંગોએ સાધમિકેને વિનય પૂર્વક આમંત્રણ કરી ભેજન સમયે સ્વયં તેના પગ ધોવા–ઉત્તમ આસન આપવું વગેરે વિનયપૂર્વક ઉત્તમ ભાજપમાં સારામાં સારું ભોજન આપવું, પાન–વસ-આભરણથી સત્કારવા, આપત્તિમાં હોય તે પોતાનું ધન આપીને પણ ઉગારવા. એ રીતે સાધમિકેનું દ્રવ્ય વાત્સલ્ય કરવું,
અલબત પુનીયા શ્રાવકની જેમ એક દિવસ ઉપવાસ કરીને પણ સાર્ધામિર્ક જમાડવા તે તો અતિ ઉત્તમ ભાવના જાણવી.
૦ ભાવ સાધમિક વાત્સલય –ધર્મકાર્યો નહીં કરી શક્તા સાધમિકેને તેઓની અગવડે દૂર કરી જરૂરી સગવડ આપી. ધર્મમાં સ્થિર કરવા. ધર્મકાર્યમાં પ્રમાદ કરનારાને તે તે કર્તવ્ય યાદ અપાવવાં, વિવેક પૂર્વક ભૂલથી બચાવવાં, વાત્સલ્યપૂર્વક સન્માર્ગની પ્રેરણા આપવી, શ્રાદ્ધ દિન કૃત્ય ગાથા ૨૦લ્માં લખ્યું છે–
सारणा वारणा चेव चोयणा पडिचोयणा
सावएणावि दायव्या सावयस्स हिआवहा ૧૩