________________
(૯૪) સાધર્મિક વાત્સલ્ય
--સ્વામી વત્સલ કીજીયે રે wevere
साधर्मिक वत्सले पुण्यं, यद्भवेत्तद् चोऽदिगम्
धन्यास्ते गुहिणो वश्यं, तत्कृत्वानति प्रत्यहं સાધર્મિક વાત્સલ્ય કરવામાં જે પુણ્ય થાય છે. તે વચનથી કહી શકાય તેવું નથી. જે ગૃહસ્થ હમેશાં સાધર્મિક વાત્સલ્ય કરીને ભજન કરે છે, તેમને ખરેખર ધન્ય છે.
શ્રાવકના કર્તવ્યને જણાવતી મનહ જિર્ણ સજઝાયમાં બાવીસમું કર્તવ્ય જણાવ્યું “સાધર્મિક વાત્સલ્ય”
પણ સાધર્મિક વાત્સલય એટલે શું?
સાધર્મિકનું વાત્સલ્ય, તેમાં બે શબ્દ છે. સાધર્મિક અને વાત્સલ્ય. સાધમિક શબ્દ સધર્મ પરથી બન્યો છે. માટે પ્રથમ સધર્મને અર્થ સમજો.
સધર્મ એટલે? સમાન એ ધર્મ તે સધર્મ.
સાધર્મિક એટલે—સમાન ધર્મને પાળનાર તે સાધર્મિક, અહીં પાયામાં શું મુક્યું? “ધર્મ” જે આપણા જેવો જ ધર્મ પાળે, અરે માત્ર નવકારને હૃદયપૂર્વક રવીકારે અને બહુમાન ધરાવે, તે પણ દેવ-ગુરુની સ્વીકૃતિ રૂપી સમાન ધર્મવાળે સાધર્મિક ગ.
વાત્સલ્ય એટલે હાર્દિક પ્રેમ, ઉત્તમ પ્રકારને સ્નેહ. સાધમિકને જોઈને તમારા હૃદયમાં અત્યંત પ્રેમ કે નેહ ઉત્પન્ન થાય ત્યારે સાધર્મિક વાત્સલ્ય કહેવાય-જેમ બાળક વિચિત્ર સ્વભાવનું હોય, ખોડખાંપણવાળું હોય તે પણ માતાના વાત્સલ્ય કાં ઓટ આવતી નથી. તેમ ગમે તેવી કપરી કે કઢંગી હાલતમાં પણ સાધર્મિક પ્રત્યે સ્નેહના ઝરણું ફૂટે તે તે સાચું સાધર્મિક વાત્સલ્ય ઉત્પન્ન થયું કહેવાય. શ્રાવકે આવું સાધર્મિક વાત્સલ્યનું કર્તવ્ય જાળવવું. સવામી વસલ કીજીયે રે લોલ
ભવજલ તરવા નાવ રે ભવિક જન–