________________
(૭૬) નમુક્કાર-નમો
–નમે પણ કેને?
जिणसासगस्स सारो चउदस पुव्याण जो समुद्धारो जस्स मणे नवकारो
संसारो तस्स किं कुणइ ? જે શ્રી જિનશાસનને સાર છે, ચાદપૂર્વને સમ્યગૂ ઉદ્ધાર છે તે નવકાર જેને મનને વિશે સ્થિર છે તેને સંસાર શું કરે? અર્થાત કંઈ કરી શકે નહીં.
મનહ જિણાણું સજઝાયમાં શ્રાવકના કર્તવ્યને વર્ણવતા સેળયું íય મુકયું નમુવાર તે નમસ્કાર મહામંત્રના રહસ્યને પ્રગટ કરતા પ્રસિદ્ધ ઉક્તિ બેલાય છે ને? સમરો મંત્ર ભલે નવકાર
એ છે ચંદ પુરવને સાર સારી કરણી માં તત્પર થયેલા નિપુણ માણસોએ પંચ પરમેષ્ટિ નમસ્કાર અત્યંત સ્મરણ કરવા લાયક છે. નવકાર એ સર્વવાંછીતને દેનાર હોવાથી કલ્પવૃક્ષ સમાન કહ્યો છે.
નમુન એ પ્રાકૃત શબ્દ છે. તેને સંસ્કૃત પર્યાય નમજ્જા થાય છે. સક્ઝાયમાં વપરાયેલ નમુક્કા શબ્દ પ્રથમ એક વચનનું રૂપ છે. પણ પ્રચલીત શબ્દ તે નવકાર તરીકે સુવિદિત છે.
મૂળ શબ્દ નો [નમ ] ને અર્થ છે નમસ્કાર હો–વંદન છે એ અર્થ થાય છે. સમગ્ર નવકાર મંત્રમાં સૌથી મહત્વનું પદ જે હોય તો તે છે નમો – આ પદ હદયમાં અવધારાય નહીં–ત્યાં સુધી બધું નિરર્થક.
નો એ નૈપાતિક પદ છે.–તે અવ્યય છે. દ્રવ્ય તથા ભાવ નમસ્કાર ના અર્થ માં વપરાયેલ છે.