________________
ગુણ ગાઓ ગુરુજી તણાં
૧૮૭ પરપુરુષમાં લુબ્ધ રાણીએ પ્રદેશ રાજાને ઝેર આપી દીધું. જાણવા છતાં રાજા કંઈ બેલ નથી. પૌષધશાળે જઈ દર્ભને સંથારો કરી ઈશાન ખૂણુ સમક્ષ બેસી ધર્માચાર્ય કેશી ગણધરને પ્રણામ કરી વારંવાર ગુરુ ભગવંતની સ્તવને કરતો તેમના ઉપદેશથી લીધેલા વ્રતમાં લાગેલ અતિચારની સમ્યફ આલેચના કરી. પ્રતિક્રમણ કરી સૂર્યભ વિમાને દેવતા થયે.
અને તમને આટલું સમજાવ્યા પછી ગુરુસ્તુતિ કર્તવ્ય તો એક બાજુ રહ્યું પણ ધર્મ સ્વીકારવાની બુદ્ધિ પણ ન પ્રગટે તે વાંક કેને?
પ્રશ્ન: ગુરુ મહારાજા વ્યાખ્યાનમાં કહે કે તમે બધા અનાદિથી ભટકી રહ્યા છે, છકાયના કુટામાં પડેલા છે. અઢાર વાપસ્થાનક સેવતા પાપી છે. આવી કેટલી ગાળો દે- ઉપર જતાં શ્રાપ આપે જે જે હજી નહીં સુધરે તે નરકમાં જશે–તિર્યંચ થશે. આમ એક તરફ ગાળે અને બીજી તરફ શ્રાપ આપે તેવા ગુરુની સ્તુતિ શા માટે કરવી ?
સમાધાનઃ તમારા ફેમિલી ડોકટર હાય સારી ફી નિયમિત આપતા હો અને જઈને કહો. સાહેબ! પાંચસાત વાર જવું પડે છે. પેટમાં ગળબળ છે. તે ડોકટર શું કહે તમને?
કેમ શું ઝાપટયું હતું કાલે? અકરાતીયાની જેમ ન ખાતા હો તો! દીઠું નથી કેઈ દી ! આવી કંઈક ચોપડાવે તે હસતે મોઢે સાંભળે કે ન સાંભળે ? વળી શું કહે આટલી દવા-ગોળી લેવી, ખેરાક બંધ, નહીં તે ડાયેરીયા થઈ જશે. એ શ્રાપ દે છતાં ઠાવકું માં રાખી પૈસા દઈને આવે ને?—કારણ રોગ મટાડે છે. અમે ભવ રોગ મટાડવા માટે કહીએ તો મોઢું કડવું થાય છે. ચાતુર્માસ કરાવવાનો હેતુ જ ભવરોગ મટાડવા માટે ભાવરૂપી ઔષધ લેવાને છે. માટે ગુરુ મહારાજની સ્તુતિ કરે તે તેમના જેવા ગુણ તમારામાં પ્રગટશે. ઈલાચીકુમારને ગુરુ મુખ જોતાં કેવળજ્ઞાન થયું. પણ થયું ક્યારે? ગુણાનુરાગ પ્રગટયો તે માટે ગુણ ગાઓ ગુરજી તણાં
ગુરુ મહારાજ પાળે તે પંચાચા ઓળખશો તો પણ ગુરુ સ્તુતિ કરવાનું મન થઈ જશે.
(૧) જ્ઞાનાચાર – જ્ઞાન વિનય બહુમાન પ્રગટ થાય તે રીતે અભ્યાસ કરે, વિદ્યાગુરુને વિનયપુર્વક રટ્યા કરે. હાર્દિક પ્રેમ–બહમાનપુર્વક ચોક્કસ તપ સાથે સૂત્ર અવધારે આદિ જ્ઞાનાચાર.