________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
મળતું નથી માટે ત્યાગ છે તેને ત્યાગી ન ગણાય. સ્વાધીન–મહરકાંત ભંગ છેડે તે ત્યાગી.
અમારા ગુરુ મહારાજ ત્યાગી છે માટે તેની સ્તુતિ કરીએ છીએ. निवर्त यत्यन्यजनं प्रमादतः स्वयं च निष्पाप पथे प्रवर्तते गृणाति तत्वं हितमिच्छुरङ्गिनां शिवार्थिनां यःस गुरुनिगद्यते.
જે ગુરુ અન્ય જનોને પ્રમાદથી નિવૃત્તિ પમાડે છે. પોતે નિપાપ માર્ગમાં પ્રવર્તે છે. તથા હિતની ઈરછાવાળા જે મેક્ષના અભિલાષી પ્રાણીઓ તેને હિતકારી તત્ત્વને ઉપદેશ કરે છે. તે ગુરુ કહેવાય છે.
वंदिज्जमाणा न समुत्र व संनि, हिलिजमाणा न समुज्जल ति दमंति चित्तेश कति धीम, मुणी समुरघाइय राग दोसा
જેઓ વંદન કરાયા છતાં ઉભું થતાં નથી અને હાલના .રા છતાં ખેદ પામતા નથી. તથા જેઓ ચિત્ત વડે ઈન્દ્રિયોનું દમન કરે છે. ધીરતા ગુણને ધારણ કરે છે. અને રાગ દ્વેષને નાશ માટે પ્રવૃત્ત છે તેઓ મુનિ ગુર) કહેવાય છે. માટે કહ્યું કે
ગુણ ગાઓ ગુરુજી તણું પન્ન શેખર રાજાએ આ પ્રમાણે વારંવાર સ્તુતિ કરી અનેક લોકોને ધર્મ માગે સ્થાપ્યા.
પ્રદેશ રાજા પણ ગુરુ સ્તુતિ પૂર્વક સમતિ પામ્યા. છેલ્લે સૂર્યાભ દેવ છે. તેમજ ત્રીજે ભવે મહાવિદેહથી મોક્ષ પામશે. માટે છે શ્રાવકે તમે પણ “ગુરુસ્તુતિ” કરે.
પ્રવે તદ્દન નાસ્તિક એવા પ્રદેશ રાજા કેવળ ભેગ વિલાસમાં જ ડુબેલે રહેતો. જીવના અસ્તિત્વને જ માનતે ન હતો. પણ કેશી ગણધરે તેને તબદ્ધ રીતે સમજાવી જીવને અસ્તિત્વની સાબિતી આપી. ઘર્મમાગે સ્થાપ્યો. ત્યારે પ્રદેશ રાજાને પણ થયું કે અહો આ ગુરુને પણ ધન્ય છે. જેણે મારા હૃદયમાં રહેલા મિથ્યાત્વ રૂપી પિશાચને મારી હઠાવેલ છે. તે ગુરુને લાખલાખ ધન્યવાદ.
તેણે કેશી ગણધર પાસે સમક્તિ મૂલ બારવ્રત ઉશ્ચર્યા, નિત્ય ધર્મકરણી કરે. પણ તેની પટરાણી સૂર્યકાન્તાને થયું અરેરે ! મારે ભેગ વિલાસ ચાલ્યા ગયા હવે આ રાજા શું કામ ?