________________
૧૮૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
રાણીને થયું આવા અધમ કુળમાં જન્મેલી નટડી પર રાજાને મેહ થયે. તેને પણ વિષય પર ધિકાર છુટતાં કેવળજ્ઞાન થયું.
રાજાને પણ કેવળજ્ઞાન થયું.
પણ આ બધાનાં મૂળમાં શું ? ગુરુસ્તુતિ. માટે શ્રાવકોએ પણ ગુરુસ્તુતિ કરવી જોઈએ. જે ગુરુની સ્તુતિ કરવાની છે તે ગુરુ કેવા છે?
पञ्चेन्द्रिय स'वरणः तथा नवविध ब्रह्मचर्य गुप्तिघरः चतुर्विध कपायमुक्तः इति अष्टादश गुणैः सयुक्तः पञ्च महाव्रत युक्तः पच विधाचार पालन समर्थः
पञ्च समितः त्रिगुप्ति: पत्रिंशद गुणः गुरु मम સંબંધ પ્રકરણ જે હરિભદ્રસૂરિજી કૃત ગ્રન્થ છે તેમાં ગુરુ સ્વરૂપાધિકારથી ૯૧-૯રમી ગાથામાં ગુરુના ૩૬ ગુણોની ગણના કરાવતાં આજ વાત પ્રાકૃત ભાષામાં જણાવેલી છે.
પાંચ ઈનિદ્રાના ૨૩–૨૩ વિષમાં રાગ દ્વેષ ન થાય કે સુખદુઃખની કલ્પના પેદા ન થાય જેને, એવા ગુરુની સ્તુતિ કરીએ છીએ. ન ઈન્દ્રિયની આસક્તિ પર કાબુ કેટલો? તમે કહેશો સાહેબ હવે એવું કયાં રહ્યું છે? તો હું પુછું તમે સંથારે સુવો છે? બેલે કાલથી નક્કી કરો સંથારે સુવું. થઈ શકશે ને ?
ગેચરી માં માને કે ભાવતી વસ્તુ જ લીધી પણ અંદર મીઠુંમરચું છે કે નહી તે અમે જોયું છે ખરું? ફરસાણ સારું હોય પણ અંદર મીઠું જ ન હોય તો ? વાપરી જવાનું ને અમારે? અને તમે શું કરશો? માટે ઈન્દ્રિય સંવરનાર કહ્યાં.
બ્રહ્મચર્ય ધારણ કરનાર છે, ફોધ-માન-માયા-લોભ રૂપી કષાયને ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષ થકી દુર કરવા પ્રયત્નશીલ છે. હિંસા અસત્ય-ચારી– મૈથુન–પરિગ્રહના સર્વથા ત્યાગ પૂર્વક જીવન
જીવે છે. જ્ઞાન-દર્શન–ચારિત્ર–તપ–વીર્યને લગતા સુવિહિત આચરણથી યુક્ત છે જેમકે—દરેક સાધુ–સાધી કંઈક તે ભણે જ છે તે જ્ઞાનાચાર, પ્રભુ પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ પૂર્વક જ્યાં જાય ત્યાં સર્વે ચૈત્ય જુહારવાની વૃત્તિ વગેરે રૂપ દર્શનાચાર, ક્રિયા અને નિયમના અનુસરણ રૂપ ચારિત્રાચાર, કંઈક ને કંઈક તપ કરવા રૂપ તપાચાર વગેરે થકી પંચાચારના પાલન કર્તા છે.