________________
૧૮૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–3 પણ આજ સીકંદરે પિતાના ગુરુની આજ્ઞા ન માની. નદી પાર કરી સામે કિનારે જઈ ઉ. પછી કહ્યું, “ગુરુજી આપ પધારે”. એરીસ્ટોટલે ત્યાં જઈ સકંદરને કહ્યું કે આજ કેમ મારી આજ્ઞા ઉ૯લંધી. સીકંદરે ઉત્તર આપ્યું. નદી પાર કરવામાં જોખમ હોય અને કશુંક થાય તે જગતને મેટી ખોટ પડે. સિકંદર તે સેંકડો મળે પણ આપના જેવા તત્ત્વ ચિંતક ગુરુ ન મળે.
ગુરુ પ્રત્યે આ વિનય બહુમાન હોય ત્યારે ગુરુ કૃપા પ્રાપ્ત થાય અને સંસાર સમુદ્ર પાર કરી શકાય. તે માટે ગુરુને ઉચિત સત્કાર પણ કરવો જોઈએ. અન–પાન–વશ્વ–પાત્ર આપવા સાથે સાથે સદ્દગુણ કિર્તન રૂપ સ્તુતિ કરવી જોઈએ.
ગુરુ પરંપરાના આપણે ખૂબ ઋણી છીએ “જે પરમાત્માના શાસનને આપણા સુધી લઈ આવી તે પરંપરા જ ગુરુની” માટે સ્તુતિ કરવી જોઈએ. શ્રી યશોવિજયજી મહારાજા જણાવે છે કે
સમકિત દાતા ગુર તણે પચ્ચેવયાર ન થાય
ભવ કેડા કોડિ થકી કરતાં કટિ ઉપાય કરેડો જન્મ સુધી કરડે ઉપાય કરતાં પણ સમકિતનું દાન કરનાર ગુરુદેવના ઉપકારનું ઋણ ચૂકવી શકાતું નથી. તેથી ગુરુ સ્તુતિ કરવી. આ સ્તુતિ જ આપણને એવું બળ આપશે કે આપણાં ગુરુ મહારાજના ગુણો પ્રતિબિંબિત થશે.
તેથી ગુણ ગાઓ ગુરુજી તણાં
ઈલાચીકુમારને જીવ મૂળ પૂર્વ ભવે વસંતપુરને અગ્નિશર્મા બ્રાહ્મણ–તેને પ્રીતિમતી નામે સ્ત્રી હતી. ધર્મશ્રવણ થકી ચારિત્ર અંગીકાર કરેલું. પણ શૌચાચારે તત્પર એવા તેણે જાતિમદ કર્યો. દીક્ષામાં રહેલ સ્વશ્રી પ્રત્યે સરાગ દષ્ટિએ જોયેલું. આ દુષ્કર્મોની આલોચના કર્યા વિના અનશન વડે મૃત્યુ પામી, વૈમાનિક દેવતા થયા. ત્યાંથી લાવર્ધન નગરે ઈભ્યaછીની ધારણી નામક સ્ત્રીના પુત્રપણે જનમ્યા.
માતાપિતાએ ભણાવ્યો, યુવાન થયો. પુર્વ ભવની પ્રતિમતિ સ્ત્રી કે જે જાતિમદથી નટડી પણે ઉત્પન્ન થયેલી તેના વિલાસયુક્ત હાવ ભાવ-મુખ–નેત્ર વગેરે જોઈ પૂર્વની સરાગદષ્ટિએ ફરી મેહ ઉપને