________________
(૯૩) ગુરુ સ્તુતિ
-ગુણ ગામે ગુરુજી તણાં
जेविय निग्गंथाणं थुई पउजंति सव्यभावेण ते तरस फल गुणेण नय कुगइ परं पवज्जंति
જે કોઈ નિન્દ મુનિની સ્તુતિ સર્વ ભાવથી કરે છે. તે જીવા સ્તુતિના ફળથી ગતિમાં ગમન કરતાં નથી.
મન્નહ જિણાણ'માં શ્રાવકનુ એકવીસમું' કર્તવ્ય નુ શુરુ કહ્યું. શ્રાવકાએ ગુરુ સ્તુતિ કરવી જોઇએ. કેમ ? ક્રુગતિના નિરોધ માટે તથા ખેાધિલાભ માટે.
ગુરુ મહારાજ પાંચ આચાર રૂપી કલ્પવૃક્ષને ઉત્પન્ન કરવામાં મેરુ સમાન છે. આગમ જ્ઞાન રૂપી દીપ વડે હૃદયમાં ઉદ્યોત કરનારા છે. શીલરૂપી અલંકાર વડે ભૂષીત, તપ વડે શરીરનુ` શેાષણકર્તા, ધના ઉપદેશક હાવાથી શ્રાવકેએ સેવવા લાયક છે.
શ્રાવકને ધર્મ પમાડનારા ગુરુની આટલા માટે જ સ્તુતિ કરવી જોઈ એ. વળી ગુરુ ધન જાણે છે–આચરે છે—નિર્ ́તર ધમ પ્રવર્તાવે છે. તથા લોકોને ધ શાસ્ત્રના અનુ જ્ઞાન કરાવે છે. તે નિશ્ર્વમાર્ગોમાં પ્રવતે લા અને નિસ્પૃહ છે. તેથી આમહિતને ઈચ્છતા શ્રાવકાએ ગુરુની સ્તુતિ કરવી જોઇએ. તેમની સ્તુતિ વડે તેમનામાં રહેલા ગુણા તમારામાં આવિષ્કૃત થાય છે માટે ગુણ ગા ગુરુજી તણાં.
વિશ્વ વિજેતા સીકંદર, એરિસ્ટોટલને પોતાના ગુરુ માને. કાઈ પણ ખાખતે તે ગુરુ પાસે જઈ મા દર્શન મેળવે તે એટલે સુધી કે કદી એરિસ્ટાલની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે.
એક વખત ગુરુ-શિષ્ય જઈ રહ્યા હતાં. માર્ગોમાં નદી આવી. નદીની ઉંડાઈના ખ્યાલ આવી શકે તેમ ન હતા. આ જોઈ સીકંદર કહે પહેલાં હું નદી પાર કરીશ. જો કશુ જોખમ ન હેાય તા આપને નદી પાર કરાવીશ. એરિસ્ટોટલ કહે ના પહેલાં હું પાર પહોંચીશ પછી તમે આવજો. જાણે કે સ્પષ્ટ આજ્ઞા જ કરી દીધી.