________________
તે જીભને પણ ધન્ય છે
૧૭૯ એ રીતે જ્ઞાનધિ દર્શન બાધિ ચારિત્ર બોધિને લાભ થાય છે. તે લાભ વડે જીવ કલ્પ વિમાનમાં ઉત્પન્ન થવા પુર્વક મેક્ષ પામે છે.
સિદ્ધસેન દિવાકર સૂરિજી મહારાજાને બધાં સિદ્ધાન્ત પ્રાકૃતમાંથી રસ્કૃતમાં રચવાનો વિચાર આવ્યું. તેને પ્રાયશ્ચિત રૂપે સાધુ વેષ ગોપવી અવધૂત વેશે રહ્યા. સંયમપૂર્વક મૌન ધારણ કર્યું. સાત વર્ષ ગયા બાદ એક વખત ઉજજોનીમાં મહાદેવના મંદિરમાં ગયા. ત્યાં દેવને પ્રણામ કે વંદના ન કરતા તેના પર પગ રાખી સુતા.
પુજારીએ રાજાને ફરિયાદ કરી, રાજાએ કેરડા મરાવ્યા, રાણી વાસમાં ચીસે ઉઠી. આ ચમત્કાર જાણીને રાજાએ પુછ્યું તમે મહાદેવને વંદના કેમ નથી કરતા. આચાર્ય મહારાજ કહે તે મારી સ્તવના સહન કરી શકે તેમ નથી.
સિદ્ધસેન દિવાકરજીએ બત્રીશી વડે વીર પ્રભુની સ્તુતિ કરી, પછી પાર્શ્વનાથ સ્વામીની સ્તવના કરતાં કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરી. તેમાં અગીયારમાં કે મહાદેવનું લિંગ ફાટયું અને અંદથી વિજળીની કાંતિ જેવું શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિંબ પ્રગટ થયું.
રાજા આશ્ચર્ય ચક્તિ થઈ બોલ્ટે રવામીજી આમ કેમ થયું? આચાર્ય મહારાજ કહે અવંતિ સુકુમાલ ના પુત્ર પિતાના સ્વર્ગ ગમન સ્થળે આ બિંબ ભરાવેલું. પણ બ્રાહ્મણે એ તેના પર લિંગ સ્થાપી દીધું તેથી હે રાજા તે અમારી સ્તુતિ કઈ રીતે સહન કરે ? - સ્તવનાની પરાકાષ્ઠા દર્શાવતો આવા જ સુંદર એક ઐતિહાસિક પ્રસંગ વાંચેલે– - મસ્જિદમાં અલ્લા હુઅકબર કરતી બાંગ સંભળાય ત્યારે અલ્લાના બંદા કાબાના મહેરાબ સામે ગોઠણભેર ઝુકે. બાદશાહની કચેરીમાં બાંગ સંભળાય અને એક માણસનું મેં મલકાયા કરે. તેનું નામ નાગાજણ ગઢવી.
બાદશાહે પુછયું બંદગી વખતે દાંત કાઢી કોની મશ્કરી કરી. નાગાજણ કહે બાંગ દેનારા મુલ્લાની.–શા માટે ? આનું નામ સાચી બાંગ ન કહેવાય–ત્યારે સાચી બાંગ કેને કહેવાય?–ખરાખરીની બાંગ વખતે ઘોડે મેમાંથી ઘાસ મેલી દે, ગાવડીયું પોતાના વાછરુને આઘા ધકેલી દે, દુધ પીતા છોકરા મા ને બાળા છોડી દે, અરે ખાવંદ, વહેતા પાણી થંભી જાય, ઈ બાં કહેવાય.