________________
ભાવે જિનવર પૂજીએ
न चोरहायँ न च राजहाय
न म्रातृ भाज्यं न च भारकारी આવા શાશ્વત નિઘાન તુલ્ય વીતરાગ પરમાત્માની પૂજા કરવાની છે.
ધનપાળ પંડિત પ્રાતઃ કાલે ભગવંતની પૂજા–તુતિ કરી આવતા એક વખત તેને પુષ્પો આપી કહ્યું કે તમારે દેવની પૂજા કરીને આવવું. ઘનપાલ કવિ સર્વ દેવાલમાં પા પી જિનાલયે જઈ શ્રી અરિહતની પૂજા કરી પાછા રાવ્યા.
રાજાના ચર પુરષોએ રાજાને વાત જણાવી. રાજાએ કવિને પુછયું, “તમે કેટલાંક દેવ પૂજા અને મોટા ભાગના ન પૂજ્યા તેનું કારણ શું ?
કવિ ધનપાલ કહે જેને કારણ નથી તે પ્રણામ શી રીતે કરવા– ભાલ નથી તેને તિલક કેમ કરવું ? કંઠ નથી તેને પુષ્પ માળા ક્યાં આરોપવી? રાગાદિ ચિહ્નોથી કલંકિતનું દર્શન જ કેમ થાય?
માટે અઢાર દુષણ રહિત–પીતરાગ સમાન કોઈ દેવ નથી તેમ જાણી વિતરાગની પૂજા કરી પાછો આવ્યા.
આપણે પણ આવા જ વીતરાગને પ્રણિધાન કરતાપૂર્વક ભાવપૂજા કરવાની છે. ૦ પ્રણિધાન એટલે શું?
पणिहाण नियं इअ मुणि बंदण पत्यकाका वधा
मण वय काप गर्ल सेस तियत्यो य पयवृत्ति ચૈત્યવંદન-મુનિચંદન અને પ્રાર્થના રવરૂપ અથવા મન-વચ– કાયાનું એકાગ્રપણું એ ત્રણને સમુહ તે પ્રણિધાનત્રિક કહેવાય છે.
આપણે ભાવપૂજાના સંદર્ભમાં બંને અર્થો સ્વીકારવાના છે. પ્રગટ રૂપે ચૈત્યવંદન તે છે જજાવંત કે વિ સાહુ સૂત્ર વડે મુનિવંદના પણ થઈ અને સ્તવન તથા જયવીરાયથી પ્રાર્થના પણ થવાની એટલે તે અર્થ તો સ્પષ્ટરૂપે છે જ.
પણ આ બધું કઈ રીતે કરવાનું ? મન-વચન-કાયાની એકાગ્રતા પૂર્વક.
મન વચન કાયાની એકાગ્રતા કેળવાય અને ભાવપૂજાના ભાવે ટકી રહે તે માટે સુંદર વ્યવસ્થા આનંદનત્રિક દ્વારા કરાઈ છે.
वन्न तियं बन्नऽस्था-लंत्रण मालंकणं तु पडिमाई