________________
ભાવે જિનવર પૂજીએ
૧૬૩ નિસરણી ચડીને રૂપી ઘરની પછીતે ઓળીપા કરે છે. ભુખી તરસી વહુને આખો દી' ઓળીપ કરતો જોઈને સાસુ સસરો મીઠે ઠપકો આપે છે. - નથુ રોટલો ખાવા આવે ત્યારે કે તે રૂપી આવી શી અધીરાઈ છે ઘર શણગારવાની. ભગવાન કરે ને નીસરણ લસરે એટલું બોલી નથું હસ્યા. રૂપી કહે છે તો તારા ખોળામાંથી ઉડું જ નહીં. ખોટી માંદી પડી સુતી જ રાં. આવી મીઠી મીઠી વાતો કરી અંતર ભરી લેતાં.
પીચથી સાતમ કરવાને સંદેશો આવ્ય, લાડકી વહુને નવી જેડ લુંગડા, ઘરેણુ–ગાંઠા દીધા. ચોટલો ગુંથી, સેંથો પુરી રૂપી પિયર જવા નીકળી. નથુએ પરણ્યા પછી આજે રૂપીનું રૂપ નીરખ્યું. નથુથી ન રેવાતા બેલ્યો કે આ રૂપ પિયરમાં માલવા જ રાખ્યું તું.
રૂપી કહે આડું કાં બોલશ? કામની આડે મને વેશ કરવાની વેળા જ કયાં હતી? લે હાલ્ય ભેગે. તારા વિના થોડું ગમશે? એટલું બોલતા ઝળઝળીયા આવી ગયા તેને. જે નથુડા જરૂર આવજે તારા વિના સાતમ નહીં સુધરે.
આંસુડા ભરી આંખે ખેરડું ટાંપીને જોઈ લીધું. નથુ છાને માને પાદરે વળાવી આવ્યા. નથુના ગરીબડા માં સામે તાકીને છેલ્લું વાક્ય બાલી આવજે હે નહીં તે મારી સાતમ ને સુધરે.
પીચમાં ગઈ. પાડોશીએ કાન કુંકી રાખેલા. સાંજ લગી દીકરી ઓળીપા કરે છે. મા ખીજાણી, મારી દીકરીને દુબળી કરી દીધી. રૂપીને બાપ બાપાદર જઈ નયુના ગુંજે રૂપીયા ઘાલી છૂટાછેડાનું લખાણ કરી આવ્યો.
રૂપી રાડ પાડે છે મને નથુ પાસે જવાદે. તેને રુંવે રૂંવે આગ ઉપડી. પણ એનું કલ્પાંત કેઈએ ન સાંભળ્યું. રૂપી પાણી ભરવા જાય પાદરે વટેમાર્ગુને એક જ વાત કરે. બાપોદરમાં નથુ મેરને સંદેશ દે છે કે મને આવીને લઈ જાય.
વટેમાર્ગુ માને કે આનું ટકયું લાગે છે. પણ રૂપી એક જ વાત કરે છે. મારા નથુડાને કેજો રૂપી તારી વાટ જોતી ઉભી છે.
પ્રભુની પ્રીતમાં ડૂબેલા આ જ વાત કેવી સરસ રીતે કરે. શશધર જઈને દેજે સંદેશ રે મારા વાલાજી રે મનડુ તે માર મોકલે મારા વાલાજી રે.