________________
અભિનવ ઉપદેશ પ્રસાદ-૩ પ્રમાણ લોક અને તેથી ભિન અપરિમિત અલકનું સ્વરૂપ રવાધ્યાયના મળે મુનિ જાણે છે. - વળી વાચનાદિક પાંચ પ્રકારના સ્વાધ્યાયે કરીને પ્રશસ્ત ધ્યાન જ થાય છે. તેથી વાધ્યાયમાં વર્તતા મુનિને ક્ષણે ક્ષણે વૈરાગ્ય થાય છે. + : હરિભદ્ર બ્રાહ્મણ ચુસ્ત વેદાંતિક અને જૈન દર્શનના કટ્ટર દુશમન હતા. તે સમર્થ પંડિત અને એક નંબરના વિદ્વાન. પોતાની વિકતાથી જાણે પેટ ફાટી જતું ન હોય તેમ દર્શાવવા પેટે પાટા બાંધીને ફરતા હતા. પરંતુ જ્ઞાન પિપાસા એટલી જબરજસ્ત કે કઈ શાસ્ત્રની એકાદ પંક્તિને અર્થ ન સમજાય તે તે બોલનારનો શિષ્ય બની જાઉં તેવી પ્રતીજ્ઞા.
એક વખત સાધીજીના ઉપાશ્રય પાસેથી નીકળ્યા. વૃદ્ધ શ્રમણીજી રવિ ટુ gિri ગાથાને પાઠ કરતા હતા. તે બ્લોક આ હરિભદ્ર બ્રાહ્મણને સમજાય નહીં. તેથી સાદવીજી યાકીની મહત્તાને પૂછયું કે આ શ્લોકને અર્થ જણાવવા કૃપા કરે. સાદવજીએ જેન શાસનની મર્યાદા સાચવવા તે કામ ગુરુ મહારાજને ભળાવ્યું. - ગુરુ મહારાજે હરિભદ્ર બ્રાહ્મણની એગ્યતા જાણ કહ્યું કે આ
શ્તાક અર્થ જાણવા તે તમારે દીક્ષા લેવી પડે. * જૈન દર્શનના કટ્ટર દમન એવા હરિભદ્ર બ્રાહ્મણ માત્ર પૃચ્છના સ્વાધ્યાયના બળે સાધુ બની ગયા. તેનો સ્વાધ્યાય પ્રેમ-જ્ઞાન પ્રેમ ખરેખર “સ્વ”નું અધ્યયન કરાવનારો બન્ય.
પછી તે હરિભદ્ર મુનિ સર્વાગીણ અભ્યાસ કરી ૧૪૪૪ ગ્રંથના રચયિતા બન્યા. તેનું રાગ-દ્વેષ રૂપ વિષ પણ દૂર થઈ ગયું. માધ્યસ્થ ગુણને ધારણ કરી હરિભદ્ર સૂરિ બન્યા. . .
___पक्षपातो न भे. वीरे. न दुपः कपीलादिषु
___ युक्तिमदृचनं .यस्य तस्य कार्यः एरिग्रहः મને શ્રી વીર પરમાત્મા પ્રત્યે કોઈ જ પક્ષપાત નથી અને કપિલ વગેરે પર કઈ ષ પણ નથી. જેનું વચન યુક્તિયુક્ત લાગે તેનું કાર્ય [ તેની વાત] સ્વીકારવી. .