________________
૧૬૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
૦ ભાવપૂજા પૂર્વે ત્રીજી નિ સીહિ કહે એટલે દ્રવ્ય પૂજાને પણ નિષેધ થઈ જશે.
કે ક્યાંક મન-વચન-કાયાની અન્ય પ્રવૃત્તિઓનો નિષેધ સૂચવવા માટે ત્રણ વખત નિશીહિ-નિસાહિ–નિહિ કહેવાનું પણ વિધાન આવે છે.
આ નિસાહિ દ્વારા સમજવાનું શું ? કેટલાંક સુશ્રાવકે ભગવંતની પ્રક્ષાલ પૂજા પછી ચૈત્યવંદન કરી લે છે. પુછીએ કેમ? તે કહેશે અંગ લુછણ થાય ત્યાં સુધી શું કરવું? એટલે ચૈત્યવંદન પતાવી દઈએ.
ભાઈ! ચૈત્યવંદન એ પતાવી દેવાની વસ્તુ નથી–ભાવ પૂજા છે. સાધુ મહાત્માને પણ ભાવપૂજાના અધિકારી તે કહ્યા જ છે.
માટે અંગપૂજા–અગ્રપૂજા–ભાવપૂજા એ જ કેમ સાચવો જોઈએ. નહીં તો અવિધિ થાય અને નિસાહિ પ્રતિજ્ઞાન પણ ભંગ થાય.
પ્રશ્ન :- આ પરિશીલન છે પંચ પ્રકારે પ્રભુજી પૂજે ત્યાં અગ્ર પૂજામાં ભાવ પૂજાની વાત કેમ લીધી?
૦ સુશ્રાવકે માટે! જેઓ અંગપૂજાની વચ્ચે ભાવપૂજા ઘુસાડી અવિધિ કરે છે. તેઓ એ ખાસ ખ્યાલ રાખવો કે અંગ–અગ્ર–ભાવ ક્રમમાં જ પૂજા કરવી.
અંગપૂજા ન થઈ શકે તેમ હોય ત્યારે પણ અપૂજા થકી જિનપૂજા કૃત્ય સાચવી નિત્ય પૂજા કરે–એજ અભ્યર્થના