________________
૧૫૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
પટેલને માથા સુધી ઝાળ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને કશી ખબર નથી. વળતે દિવસે સવારે ડેલીએ ડાયરો ભરી દરબાર બેઠા છે. પટેલ બાળ-બચ્ચા સહિત રાવરસિયું
ઢાંકર લઈને નીકળ્યા. ગામના માણસે મનાવવા ગયા તે ઉલટું જોર વધવા લાગ્યું. દરબારે ચપટમાંથી ઉતરી પટેલને ખૂબ સમજાવ્યા કારણ પુછયું જવાનું?
પટેલ કહે વહુ આણે બે સારા ગોદડાં લાવી તે અમે કાઠી દઈએ અને અમે ગાભા ઓઢીને સુઈ રહીએ તો યે આ ત્રણ દોકડાને હવાલદાર અમને દબડાવે. - દરબાર સમજી ગયા. હવાલદારને સજા કરી પછી પટેલને હાથ જેડી કહ્યું બાપ! તમે તે મારા સેનાના ઝાડવા, છો. માફ કરો અને હવે પાછા વાળે. પણ જગે પટેલ માન્ય નહીં એટલે દરબારે પટેલના કાનમાં કહી દીધું કે પટેલ જાવ તો ભલે જાવ પણ જે ધણી કેડનો ટેકે દઈ બાજરાનું ભારતીયું વળાવે તે ઘણી ગેજે.
પટેલ હાડે હાડ ધ્રુજી ગયે. આ એજ ઘણું જેણે મને ચેરીમાં મદદ કરેલી. મારી આબરૂ ખાતર માફ કર્યો. આવો ધણી બીજે કયાં મળે, વિચારી ગાડાં પાછા ફેરવ્યા.
બસ ! આ એક વાકય આખી કથામાં મને સ્પર્શી ગયું. “જે ઘણી કડને ટેકે દઈ ભરતીચું વળાવે ઈ ગામમાં રેજે.”
જે પરમાત્માએ રાજ–પાટ વૈભવ છોડયા. કોમળ કાયાથી કારમાં કઠોર ઉપસર્ગો સહન કર્યા. કેવળજ્ઞાન પામતા પૂર્વે કેટલાં પરિષહો સહન કર્યા. વલ્ય ઋદ્ધિ પ્રાપ્ત થતાં આપણને મેક્ષ પથ, દુઃખમુક્તિને માગ કે અનંતા સુખની દિશા બતાવી.
પોતે કેટલું વેઠીને પણ આપણી સમક્ષ જન્મ-મરણના ફેરા ટાળવાને સચોટ રસ્તો બતાવ્યો.
તેમજ જેને નમસ્કાર કરવા પૂર્વક એક લાખ પુષ્પની પૂજા કરતા તેમના જેવી જ એટલે કે તીર્થકર પદવી આપવાની બાંયધારી આપી. તે ધણની પૂજામાં કંઈ હલકા ફળ નેવેદ્ય વપરાય કઈ દી'!
તેની પાસે તે ઉત્તમત્તમ ફળ ધરીને મોક્ષ ફળ માગવાનું હેય. કારણ કે તમને પણ વીતરાગ પરમાત્માથી સારો ધણી કેણ મળવાનો હતો?