________________
પંચ પ્રકારે પ્રભુજી પૂજે
૧પ૦
થોડીક વાર થંભી બાજરા સામે ટાંપી રીયા. મન થયું એકાદ ગાડું બાજરો ઘરભેગો કરી દઉં. તો તે મારે સુવાંગ રહેશે. રાજ ભાગ જશે નહીં. અડધી રાત થઈ પિતાના ભાઈ અને સાથીને લઈ ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું. પણ લેભમાં ને લોભમાં હદ ઉપરાંત બાજરો ભર્યો. પાછલી રાતનું ગાડું ભરી ઘર ભણી ચાલ્યા.
ગામના પાદર ટુકતાં હદ ઉપરાંત ભારને લીધે ગાડાંના ગુડીયામાંથી ધરી નીકળી ગઈ. પૈડું ચાલતું અટકી ગયું. જગા પટેલ મુંઝાણા. મહેનત કરી પણ ગાડું ઉંચુ ન થાય. ધણીની ચોરી એટલે કેઈને મદદે પણ બોલાવી ન શકે. પાછળ ખળું છેટું થઈ ગયું એટલે ગાડું પાછું પણ ન વળે. બીકમાંને બીકમાં હાંફળા ફાંફળા થઈ વટેમાર્ગુની રાહ જુએ છે.
કાળને કરવું કે જેની ચોરી હતી તે દરબાર ગજાભાઈ ગેહલ જ પરોઢીયે જગલ જવા નીકળેલાં. પણ મેઢે બુકાની બાંધેલી તેથી ખબર ન પડી. માત્ર દરબારની આંખો તગતગતી દેખાય. જેવા દરબાર જગા પટેલને ગાડાં પાસે નીકળ્યા કે ગરજવાનને અક્કલ ન હોય તેમ વટેમાર્ગુ ધારી બેલાવ્યા “જુવાન જરા ગાડું સમું કરાવતે જા ને.”
દરબારે જગા પટેલને ઓળખી લીધા. સમજી ગયા કે મારા રાજ ભાગને બાજરે ન આપવું પડે માટે છાનું માનું ગાડું ભરી જાય છે. પણ દરબાર કંઈ ન બોલ્યા. નીચું મોઢું કરી ગાડાને કેડને ટેકે દઈ ગાડું ઊંચુ કરાવ્યું. પટેલે ધરી નાખી ગાડું વહેતું કર્યું.
દરબાર તે એવું વિચારી ચાલ્યા ગયા કે હશે.” રાતદિ મહેનત કરે છે તે દાણો ભાળી એનું ય મન બગડે ને? છે તે આપણી જ વસ્તી.
આ વાતને છ માસ થઈ ગયા દરબારના દણ્યિાવ દિલમાં આ વાતુંનું ઓસાણ પણ નથી.
હવાલદાર મેમાનું સારું ખાટલા-ગોદડાં લેવા જગા પટેલને ત્યાં ગયેલા. પટેલે હા-ના કરતાં હવાલદારે કડવા વેણ કહી દીધા. જગા પટેલને રીસ ચડી. બલી ગયા કે મારે આવા દરબારના ગામમાં નથી જેવુ! હવાલદાર ખીજાઈ ગયું કે માંડ હાલવા.