________________
૧૫૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
પણ સળેલું કે હલકું બીજ વાવેલ હોય તે તેના ફળ કેવા આવશે? –તેથી જિનપૂજામાં મેક્ષફળની અપેક્ષા રાખતા શ્રાવકોએ ફળ પણ ઉત્તમ જાતિના ધરાવવા જોઈએ.
એક જગ્યાએ ચેત્રી પૂનમના દેવવંદન કરાવેલા. તેમાં સાત પ્રકારના અલગ અલગ એવા ૧૫૦-૧૫૦ ફળ મુકવાની વાત કરી. ત્યારે શ્રાવકે એ પણ આ ઉપદેશ ઉલ્લાસભેર ઝીલી લીધો. સુંદર તમ ફળે લાવ્યા.
પણ એક વયોવૃદ્ધ શ્રાવક બુમ પાડવા માંડ્યા. મહારાજ સાહેબ! ૧૫૦ શ્રીફળ કંઈ મુકાય? આટલા બધાં નાળીયેર કરતાં સોપારી મુકી દેવી, તે ગાડું ચાલે. આ બધાં તે પુજારી જ લઈ જવાના. ભગવાન તે ભાવને ભુખ્યા છે.
હવે એ ભાઈને કેણ સમજાવે કે આ ફળ આપણે પુજારી માટે નથી મુક્તા પણ મોક્ષ ફળની પ્રાપ્તિ માટે ફળ પૂજા કરીએ છીએ.
જગતના શ્રેષ્ઠતમ ફળને પામવું હોય તે ઉત્તમોત્તમ જાતિના સુંદર ફળ વડે પૂજા પણ કરવી જોઈએને?
પછી તે ૧૦પ૦ ફળ મુકાયા. ત્રીસ બહેને પુનમ કરનાર હતા તેમણે પણ જુદા જુદા ફળ મુકયા અને ૧૫૦ નાળીયેર પણ મુકાયા કુલ ૧૫૦૦ જેટલા ફળ અને ૧૫૦૦ નવેa] વડે પુંડરિક સ્વામીજી પાસે ફી પૂજા કરાઈ.
વિચારે કેવું દૃશ્ય હશે એ? જ્યાં ૧૦-૨૦-૩૦-૪૦-૫૦ની સંખ્યાની ગોઠવણી યુક્ત ૧૫૦૦–૧૫૦૦ ફળ નૈવેદ્ય મુકાયા હોય કેટલે ભાવ આવ્યો હશે દેવવંદન કરવામાં. એ દશ્ય જોઈ અનુદના કરનાર દર્શનાર્થીઓને કેટલા લાભ મળ્યો હશે અનુમોદના થકી?
દિવાળીના દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં મસણી– ઉઘણીને દાણું તૈયાર થતાં હતા. જગા પટેલની વહુ દીકરીએ દાણું વાવલતી નવાં લુગડાં અને ઘરેણાનાં મનોરથમાં મહાલતી હતી. મેં માથે મેતી જેવા દાણું સરતા હતા. શિયાળાના તડકે ચમકતો મુઠી ફાટે તેવો બાજરો ખળામાં પડ્યો હતો. જગો પટેલ બાજરાના ગંજ સામે મીટ માંડીને બેઠે છે. પ્રભાતને પહોરે પાપ મનસુબો ઉપડ્યો. મનમાં થયું કે તુટી મર્યા, આ બાજરો પા ત્યાં. પસે અમારો અને ઠાલા દરબાર રાજભાગ લઈ જશે.