________________
પંચ પ્રકારે પ્રભુજી પૂજે
૧૫૫ એક સાધુ મહારાજના ઉપદેશથી એક નિર્ધન ખેડૂતે એવો નિયમ કર્યો કે મારે ખેતર નજીક આવેલા જિનાલયમાં દરરોજ નૈવેદ્ય ધર્યા પછી જ ભોજન કરવું.
એક વખત નિયમ પાલનમાં મોડું થઈ ગયું, ભોજનને સમય થવાથી શેડ ઉતાવળો ચાલ્યો. ત્યારે માર્ગમાં અધિષ્ઠાયક દેવે ત્રણ સિંહ વીકુ ખેડુત સિંહથી ડર્યા વિના પોતાના નિયમ પાલન માટે દઢતાથી આગળ વચ્ચે. તે જાણી તુષ્ટમાન દેવે કહ્યું કે તને આજથી સાતમે દિન રાજ્ય પ્રાપ્તિ થશે.
ખરેખર સાતમે દિવસે ત્યાંની રાજકુમારી એ દેવકૃપાથી ખેડુતને વરમાળા આપી અને તે ગામના અપુત્રીય રાજાનું રાજ મળ્યું. કાળક્રમે તે ખેડુત મોક્ષે જશે. તેથી લખ્યું છે કે
उपसर्गाः क्षयं यान्ति छिद्यन्ते विघ्न वल्लयः
मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे જૈનેત્તર દષ્ટાન્ત પણ આવે છે કે શબરીના એઠા બોર શમે ખાધા અને અયા ભગતને એકાદશી જેવા દિવસે પણ રામે દર્શન આપી સીતા સાથે તેના જેટલા ખાધા. આ રીતે નૈવેદ્ય પૂજા તે જૈન જૈનેત્તર બધાંમાં સુપ્રસિદ્ધ છે. માટે પંચ પ્રકારે પ્રભુજી પૂજે વિષયને યાદ રાખી એથી નૈવેદ્ય પૂજા કરવાનું શ્રાવકે લક્ષ રાખવું જોઇએ.
ફી પૂજા:- [જે કે ધર્મસંગ્રહમાં ફળ પૂજાનું વિધાન પહેલાં છે પછી નૈવેદ્ય પૂજાને અધિકાર છે પણ ચોસઠ પ્રકારી પૂજામાં સર્વત્ર સાતમી નૈવેદ્ય પૂજા અને આઠમી ફળ પૂજા આપેલ છે.]
અષ્ટમ ગતિ વરવા ભણી આઠમી પૂજા સાર તરૂ સંચિત ફળ પામીએ ફળથી ફી નિરધાર
ઉત્તમ જાતિના ફળ, તાજ, સુગંધી, ડાઘ વગરના, સહેજ પણ ભાંગેલ કે પક્ષી આદિથી ટોચેલ ન હોય તેવા મુકવા કેમકે ફળપૂજા શા માટે કરવાની છે?
ફળપૂજા કરતાં થકા શિવફળ માગુ પ્રભુ પાસ
આપણે ફળ પૂજા દ્વારા ભગવાન પાસે મોક્ષ ફળ માંગીએ છીએ. જે જમીન ફળદ્રુપ હોય અને બીજ ઉત્તમ હોય તે પાક ઉત્તમ આવે