________________
--
૧૫૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ જેઓ ત્રિકાળ પૂજા કરે છે તેમણે તે સાચું કાલે પણ ધૂઢીપથી પ્રભુ પૂજા કરવાની છે.
દીપપૂજાના માહાભ્યને પ્રગટ કરતાં જણાવે કે શ્રી જિનેશ્વરની હર્ષોલ્લાસથી કરેલી દીપપૂજા નિધન ધનને રાજ સમૃદ્ધિ અપાવનારી બની માટે શ્રાવકેએ નિત્ય દીપપૂજા કરવી.
પદ્મપુર નગરમાં કલાકેલી નામે રાજા રાજ્ય કરે. તેને પાંચ લાખ અ, ૬૦૦ મમ્મત હાથી, કેટલાંયે રથ હતાં. તે તે રાજા સુખેથી રાજય જોગવતો દિવસે નિગમન કરતો હતો.
એક વખત પાર્શ્વનાથ પ્રભુની અમૃત સમ દેશના સાંભળી પર્વદા સ્વસ્થાને ગયા બાદ કલા કેલિ રાજાએ અંજલી કરી પુછયું, હે પ્રભો! કયા કર્મો કરીને મને આ રાજ્યપદા પ્રાપ્ત થઈ? - પાર્શ્વનાથ પ્રભુ કહે હે રાજન! પૂર્વે અંગદેશમાં ધના નામે નિર્ધન વણિક હતા. તે માંડમાંડ આજીવિકા ચલાવતો હતો. એક વખત શ્રી નેમિનાથ પરમાત્મા સમવસર્યા. સમવસરણમાં દેશના આપી. તેમાં ફરમાવેલું કે જે ભવ્ય જીવે જીનેન્દ્ર પરમાત્મા પાસે દીપપૂજા કરે છે. તે દીપની ઝળહળતી ત સમાન રાજ્ય લક્ષમીને પામે છે ચાવત્ મેક્ષ લક્ષ્મીને પણ પ્રાપ્ત કરે છે.
આ પ્રમાણે ધર્મદેશના સાંભળી હર્ષાયમાન થઈ ધનાએ વિચાર્યું કે મારે રોજ શ્રી જિનેશ્વરની દીપ વડે પૂજા કરવી. આ પ્રમાણે અભિગ્રહ ધારણ કરી શ્રી નેમિનાથ ભગવંતને વદન કરી ઘેર ગયે.
તે જ જ્ઞાનાદિ ત્રણ રત્નનો ઉદ્યોત પ્રગટાવવામાં નિમિત્ત રૂપ એવી દીપ પૂજા, જીવહિંસા ન થાય તે રીતે વિધિપૂર્વક કરવા લાગે. એ નિત્ય અને વિધિ બહુમાન સહિતની દેવપૂજાથી હે રાજન ! તું ક્લાકેલિ રાજા થયે છે.
આ રીતે પાર્શ્વનાથ સ્વામી પાસે પૂર્વભવ સાંભળી તે કલાકેલી રાજા રાજ દ્રવ્ય અને ભાવપૂજા કરવા લાગે. રાજ્યના સુખ સમૃદ્ધિ ભગવી તે કાળક્રમે સિદ્ધિપદ પામશે.
માટે હે ભવ્યજનો ! “પંચ પ્રકારે પ્રભુજી પૂજે ઉકિત મુજબ બીજ દીપપૂજા આદરપૂર્વક કરવાવાળા થાઓ.