________________
૧૫૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
તે સાંભળી ચારણ ફરી બોલ્યો કે એક ચેરી સા કીયા જા બેલડઈ ન માઈ બીજી ચાર કિમ કરેઈ ચારણ ચાર ન થાઈ
આવા દુહાથી આ તે ચારણ છે એમ ધારી તત્કાલ તેને બહુમાન આપીને પૂછયું કે તું આ શું પદ લે છે?
ત્યારે ચારણે જણાવ્યું કે ચારણ હોય તે ઊંટની ચોરી ન કરે. કદાપિ ચોરી કરે તે ખેરડે એટલે કે ઝુંપડે ન બાંધે. આ તે મેં તારી પાસે દાન લેવા યુક્તિ કરેલી. ત્યારે તેને ખુશીથી દાન આપી વિદાય કર્યો.
મનમાં ધર્મનું માહાત્મય સમજી તીર્થયાત્રા, દૈત્ય, પુસ્તક ભંડાર પ્રમુખ ઘણાં શુભ કાર્યો કર્યા. ચારણને પિતા ગુરુ માની દ્રવ્યપૂજામાંથી ભાવપૂજા કરે થયો. અવિધિએ કરેલ પૂજાનું પ્રાયશ્ચિત પણ સાધુ બસે લઈને નિર્મળ થયે.
આ રીતે શ્રાવકે એ બીજી નિસહિ કહી જિનપૂજા આરંભ્યા બાદ મુખ્યવૃત્તિએ મૌન જ ધારણ કરવું જોઈએ. કદાપી બાલવું પડે તે પાપ હેતુક વચને કદી ન બોલવા અને સંજ્ઞાથી પણ આ રીતે સાવદ્ય વ્યાપાર ન કર.
ભાવપૂજાના રાગી શ્રાવક પ્રભુ પૂજે નવ અંગે એ જ વાતનું લક્ષ છે. નિસાહિ રૂપ પ્રતીજ્ઞાન ભંગ કર્યા વિના અંગ પૂજા કરે. નહીં તે તે પૂજા માત્ર દ્રવ્યપૂજા રૂપ જ બની રહેશે તે.