________________
પ્રભૂ પૂજે નવ અંગે
૧૪૯ આવનાર ભાવિકોને હર્ષોલ્લાસ વધે. અરે! જગદગુરુની પૂજા કે સ્તુતિ કરતાં શરીરે રોમાંચ ખડા થઈ જાય કે ત્રિલોકનાથ કેવા શેભી રહ્યા છે. તે જ આંગીની પરાકાષ્ઠા. - તમે ભાવપૂર્વક અંગ પૂજા કરી રહ્યા છે તે ભાવ સાથે અવિધિ ન થઈ જાય તે માટે મુખ્ય વૃત્તિએ મૌન જ ધારણ કરવું. તેમ ન બની શકે તે પાપ હેતુ વચન તે સર્વથા ત્યજવું કેમકે નિસાહિ રૂપ પ્રતિજ્ઞાન ભંગ ન થાય તે પણ જિનપૂજામાં જવાનું જ છે.
માત્ર આંખના કે હાથના ઈશારા વડે પણ સાવદ્ય વ્યાપારને વર્ષ વાની વાત જણાવતે એક જૈન પ્રસંગ ઈતિહાસમાં ને છે.
ધોળકામાં જીણહાક નામે શ્રાવક થઈ ગયા. તે ઘીના કુંડલા અને કપાસાદિક ભાર વહીને ગુજરાન ચલાવતો. રોજ ભક્તામર સ્તોત્રને પાઠ પણ કરે. તેની સ્તોત્ર પાઠની લયલીનતા જાણી ચકેશ્વરી દેવીએ વશીકરણ કરનારું રત્ન ભેટ કર્યું, તેના પ્રભાવે તે સુખી થયો.
એક વખત રત્નના પ્રભાવે ત્રણ પ્રસિદ્ધ ચોરને હણીને આવ્યા. પાટણના રાજા ભીમદેવે પ્રસન્ન થઈ તેને દેહદક્ષા નિમિત્તો ખડ્રગ આપ્યું તેનાથી પ્રસન્ન થઈ ળકાના રાજાએ કેટવાળની પદવી આપી. તેણે આખા ગુજરાતમાં ચારનું નામ નિશાન ન રહેવા દીધું.
સોરઠી ચારણને એક વખત પરીક્ષા કરવા ઈચ્છા થઈ. તેણે તે જ ગામમાંથી ઉંટ ચેરી પોતાના ઘાસના ઝુંપડા આગળ બાંધ્યું. કેટવાલ જણહાક સુભટ તેને પકડી લાવ્યો. તે સમયે જણહાક જિન પૂજા કરી રહ્યો હતો એટલે મુખેથી કઈ વચન તે ન ઉચ્ચાર્યું કેમકે જિનેશ્વરની પૂજા વખતે મૌન ધારણ કરવું રહ્યું. પણ તેણે પોતાના હાથમાં પુપ લઈ મસળી નાખ્યું.
સુભટો ઈશારો સમજી ગયા. ચારને મારી નાખવા માટે લઈ જતા હતા. ત્યાં પેલે પરીક્ષા કરવા આવેલે ચારણ બેલ્યો –
જીહા નઈ જીણું વરહ, ન મિલઈ તારે તાર જિણી કરી જિનવર પૂજી ઈતે કિમ મારણ હાર
ચારણને આવો દુહો સાંભળી જીણહાક લજવાઈ ગયે અને તેને ગુનો માફ કરી છેડી દઈને તેને કહ્યું કે હવે પાછી ચોરી કરતા નહીં.